SearchBrowseAboutContactDonate
Page Preview
Page 983
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથની વસ્તુ આઠ પ્રકરણમાં વહેચાએલી છે. પ્રસ્તુત તત્વને પિષનારા અનેક ઉપયોગી વિષયની ચર્ચા એમાં ઉપદેશરૂપે કરવામાં આવી છે. પ્રથમ પ્રકરણમાં આત્મા તરફ અભિમુખતા અને કર્મવૈચિત્ર્ય એ વિષય ગ્રંથકાર અને ટીકાકારની વિદ્વત્તાનું ભાન સારું કરાવે છે. દ્વિતીય અને તૃતીય પ્રકરણમાં વિદ્યારહસ્ય અને અધ્યાત્મ માર્ગની મુખ્ય દિશા તથા પરમ સમાધિનું શુદ્ધ સ્વરૂપ અતિચિત્તાકર્ષક રીતે વર્ણવેલાં છે. પછીના પ્રકરણોમાં કષાયજય, દયાનસામગ્રી, દયાનસિદ્ધિ અને યોગ શ્રેણીનું સરલ અને રસિક વિવેચન ગ્રન્થના ગૌરવમાં વૃદ્ધિ કરે છે. અંતિમ-શિક્ષા ભાવનાની ઉત્તમતા રાખવા પ્રેરે છે. એકંદર, વસ્તુ અને વિવેચન સહદય વાચકને હૃદયમાં ગ્રન્થમ ઉત્પન્ન કરે છે અને ધર્મબુદ્ધિ જાગૃત કરે છે. સંસ્કૃત કવિતા બહુ પ્રાસાદિક અને ભાવપૂર્ણ છે. કાવ્યાંતર્ગત માધુર્ય અને લાલિત્ય ખરેખર વાચકના હૃદયને અનુરંજિત કરે છે. ભાષાન્તરમાં મૂળ વસ્તુને રસ અને અર્થ યથાર્થ જાળવી રખાયાં છે. સવિસ્તર અંગ્રેજી ટીકા પણ ગ્રન્થની મહત્તા અને ઉપયોગિતામાં વૃદ્ધિ કરે છે. અંગ્રેજી ટીકાકારે પિતાની મને હારિણું અને રસપ્રવાહિની લેખનશૈલીથી તત્ત્વજ્ઞાનના ગહન અને નીરસ વિષયને સુગમ્ય, સરલ અને મધુર ભાષામાં ઉતારીને સંસ્કૃત અને ગુજરાતી ભાષાથી અનભિજ્ઞ વાચકોને અલભ્ય લાભ આપ્યો છે, તે માટે એમને ધન્યવાદ ઘટે છે.. આ ગ્રન્થમાં અન્ય દર્શનનાં પ્રમાણે માનપૂર્વક આપવામાં આવ્યાં છે અને વિધર્મી દર્શને સાથે વિધિ વિવેકપૂર્વક દર્શાવ્યો છે, તેથી પ્રત્યેક જૈન અને જૈનેતર જિજ્ઞાસુને પણ આ ગ્રન્થ સ્વીકાર્ય અને માનનીય થશે એવી આશા છે.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy