SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ - અધ્યાત્મતત્ત્વાલક, ( [ સાતમુંસ્યાદાદના સંબંધમાં કેટલાકનું એમ કહેવું થાય છે કે તે નિશ્ચયવાદ નથી, કિન્તુ સંશયવાદ છે. અર્થાત એક જ વસ્તુને નિત્ય સમજવી અને અનિત્ય પણ સમજવી, અથવા એક જ વસ્તુને સત માનવી અને અસત પણ માનવી, એ સંશયવાદ નહિ તે બીજું શું?. પરન્તુ આ કથન અયુક્ત છે, એમ વિચારકોને સ્પષ્ટ સમજાય છે. સંશયના સ્વરૂપને યથાર્થ સમજનાર આ સ્યાદ્વાદને સંશયવાદ કહેવાનું સાહસ કદાપિ કરી શકે નહિ. રાત્રે કાળી દેરડી પર નજર પડવાથી “આ સર્પ છે કે દેરડી ?” એવો સદેહ, ઘણી વખતે ઉત્પન્ન થતો જોવામાં આવે છે. દૂરથી ઝાડના દૂઠાને જોઈ “આ ઝાડ છે કે કોઈ માણસ ?” એ શક ઉભો થાય છે. આવી રીતે સંશયનાં અનેક ઉદાહરણે આપણાથી અનુભવાતાં રહે છે. આ સંશયમાં સર્પ અને દેરડી અથવા વૃક્ષ અને માણસ, એ બંને વસ્તુઓ પિકી એક પણ વસ્તુ નિશ્ચિત હોતી નથી. અમુક એક વસ્તુ કેાઈ ચોકકસરૂપે સમજવામાં ન આવે, એ સંશય છે. સંશયનું હરિભદ્રસૂર” કૃત “અનેકાન્તજયપતાકા ” માં આ વિષયને પૃઢ લખાણથી ચચ્ચે છે. ૧ ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન છે. આનંદશંકર ધ્રુવે પોતાના એક વખતના વ્યાખ્યાનમાં સ્વાદાદ” સિદ્ધાત વિષે પિતાને અભિપ્રાય દર્શાવતાં જણાવ્યું હતું કે“સ્યાદ્વાદનો સિદ્ધાન્ત, અનેક સિદ્ધાન્તો અને વેલેકીને તેનો સમન્વય કરવા ખાતર પ્રકટ કરવામાં આવ્યો છે. સ્યાદ્વાદ એકીકરણનું દૃષ્ટિબિન્દુ અમારી હામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખત નથી. એ નિશ્ચય છે કે વિવિધદષ્ટિબિન્દુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહિ. આ માટે સ્યાદ્વાદ ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરને સિદ્ધાન્તમાં બતાવેલ સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે, એ હું નથી માનતો. સ્યાદ્વાદ સંશયવાદ નથી, કિન્તુ તે એક દષ્ટિબિન્દુ અમને મેળવી આપે છે-વિશ્વનું કેવી રીતે અવ લેકિન કરવું જોઈએ, એ અમને શિખવે છે.” - કાશીના મડ્ડમ મહામહોપાધ્યાય રામમિશ્રશાસ્ત્રીજીએ સ્યાદ્વાદનાં વિષયમાં જે પોતાને ઉંચે મત દર્શાવ્યું છે, તેને માટે તેઓનું વ્યાખ્યાન સુજનસમેલન” જુઓ.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy