SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલાક. [ સાતમુંહતુ, તે સર્વ વસ્તુએ તદ્દન વિલય પામી જતી નથી. તે બધા પદા સ્થૂલરૂપે અથવા અણુરૂપે તે અવશ્ય જગમાં રહે છે. આથી તે ધરને સથા નાશ થયેા તત્ત્વષ્ટિએ ઘટી શકે નહિ. કાઇ પણ સ્થૂલ વસ્તુ વિખરાઇ જતાં તેના પરમાણુએ ખીજી વસ્તુઓની સાથે મળી, નવું પરિવર્તન ઉભું કરે છે. દુનિયાના પદાર્થો દુનિયામાંજ સ્થૂલરૂપે યા સૂક્ષ્મ રૂપે ઇતતતઃ વિચરણ કરે છે અને એથી નવાં નવાં રૂપાન્તરાને પ્રાદુભવ થાય છે. દીવા શાંત થયા, એટલે દીવાનેા તદ્દન નાશ થયા, એમ સમજવાનું નથી, દીવાને પરમાણુસમૂહ બરાબર કાયમ છે, જે પરમાણુંસધાતથી દીવે પ્રગટયા છે, તેજ પરમાણુસંધાત, રૂપાન્તર પામી જવાથી પ્રદીપરૂપે નહિ દેખાતાં અંધકારરૂપેજ અનુભવાય છે. સુની રશ્મિથી પાણી સુકાઈ ગયું જોઇ, પાણીને અત્યન્ત અભાવ થયે સમજવે નહિ. એ પાણી ગમે તે રૂપે પણ બરાબર કાયમ છે. તેના સ્થૂલરૂપતા નાશ થવાથી સુક્ષ્મ અવસ્થામાં તેનું ( કાઇ પણ વસ્તુનું ) દર્શન ન થાય, એ બનવા જોગ છે. કાઇ મૂળ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી અને કાઇ મૂળ વસ્તુના વિનાશ થતા નથી, એ અટલ સિદ્ધાન્ત છે. દૂધનું બનેલુ દહીં નવું ઉત્પન્ન થયું નથી, દૂધનેાજ પરિણામ દહીં છે. દૂધ રૂપે નષ્ટ થઇ, દહીં રૂપે ઉત્પન્ન થયેલ પદાર્થ પણ દૂધની જેમ ગારસ કહેવાય છે, એ સંતે માલૂમ છે. અતએવ ગારસના આહારના ત્યાગ કરી ખેડેલ, દૂધ-દહીં ખાઇ શકે નહિ. આથી દૂધ અને દહીંમાં ગેરસરૂપે રહેલું સામ્ય બરાબર અનુભવી શકાય છે.૧ આ પ્રમાણે સર્વત્ર સમછ રાખવાનું છે કે મૂળ તત્ત્વા આબાદ છે અને એમાં જે અનેકાનેક પરિવર્તન થતાં રહે છે, અર્થાત્ પૂર્વ પરિણામને નાશ અને ખીજા પરિણામના પ્રાદુર્ભાવ થતા રહે છે, તે વિનાશ અને ઉત્પાદ છે. આથી સર્વ પદાર્થોં રઉત્પાદ, વિનાશં " पयोव्रतो न दध्यात्त न पयोऽत्ति दधिव्रतः । अगोरसव्रतो नोभे तस्माद् वस्तु त्रयात्मकम् १ 11 —શાસ્રવાત્તાઁસમુચ્ચય, હરિભદ્રસૂ રિ. “ ઉત્પન્ન ધિમાવેન નદં કુવતા વયઃ । गोरसत्वात् स्थिरं जानन् स्याद्वादद्विट् जनोऽपि कः ? " ॥ —અધ્યાત્માપનિષદ્, યશોવિજયજી. ૨ વિજ્ઞાનશાસ્ત્ર પણ વસ્તુને સ્વભાવ જણાવતાં મૂળ પ્રકૃતિને ધ્રુવસ્થિર માને છે અને તેમાંથી ઉત્પન્ન થતા પદાર્થોં, તેનું રૂપાન્તર-પરિણામાં 780
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy