SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ.]. SPIRITUAL LIGHT. પણે આપણી હામેની વસ્તુને પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ, તેમ આ જ્ઞાનવાળો, તેના અવધિજ્ઞાનની જેટલી અવધિ હોય, તેટલી હદમાંના રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જોઈ શકે છે. અવધિજ્ઞાનની હદ એક પ્રકારની છે નહિ, કે જેથી તે બતાવી શકાય. એજ માટે અવધિજ્ઞાનના અનન્ત ભેદો કહ્યા છે. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન સર્વ લેકના રૂપી પદાર્થોને પ્રત્યક્ષ કરે છે. એવું મન:પર્યાયજ્ઞાન મનવાળા પ્રાણિઓનાં મનનાં પરિવર્તનને પ્રત્યક્ષ જોનારૂં છે. અમુક માણસ મનમાં શું ચિંતવી રહ્યો છે, તે મનઃપર્યાયજ્ઞાનવાળો સુસ્પષ્ટ જોઈ શકે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે મન:પર્યાયજ્ઞાનવાળો ફક્ત મનરૂપે પરિણમેલાં દ્રવ્યોનેજ પ્રત્યક્ષ જુએ છે. અધ્યવસાયાત્મક ભાવમનને તે પ્રત્યક્ષ જોઈ શકે નહિ; કેમકે તે જ્ઞાનરૂપ હોવાથી અમૂર્ત છે અને અમૂર્ત વસ્તુ કેવલજ્ઞાન સિવાય પ્રત્યક્ષ થઈ શકે જ નહિ. એ માટે મનરૂપે પરિણમેલાં દ્રવ્યને સુસ્પષ્ટ પ્રત્યક્ષ જોનાર મન:પર્યાયજ્ઞાની ચિન્તનીય વસ્તુને પ્રત્યક્ષ જોઈ શકતા નથી, કિન્તુ અનુમાનથી જાણે છે. અએવ મન:પર્યાયજ્ઞાનનું લક્ષણ – મને માત્ર સાક્ષાારિ’ એ પ્રકારે ઘડવામાં આવ્યું છે. મનઃ પર્યાયજ્ઞાનના બે ભેદે છે –ઋજુમતિ અને વિપુલમતિ. આ બંનેમાં બે બાબતોથી ફરક છે-વિશુદ્ધિથી અને પતનના અભાવથી. પ્રથમ ભેદ કરતાં બીજો ભેદ અતિશુદ્ધ છે અને પ્રથમ ભેદને પાત પણ થાય છે, જ્યારે બીજો ભેદ અપતિપાતી છે.* અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ બને જ્ઞાન રૂપી પદાર્થોને વિષય કરનારાં છે. મન:પર્યાયજ્ઞાનના વિષયક્ષેત્ર કરતાં અવધિજ્ઞાનનું વિષયક્ષેત્ર મોટું છે. આથી અવધિજ્ઞાનના અસંખ્ય-અનન્ત ભેદમાં મન:પર્યાયજ્ઞાનને શામિલ કરી શકાય છે, એમ ભગવાન સિદ્ધસેન દિવાકર નિશ્ચયદ્વાત્રિશિકામાં + જણાવે છે. + આ લેકથી – "प्रार्थना-प्रतिघाताभ्यां चेष्टन्ते द्वीन्द्रियादयः । मनःपर्यायविज्ञानं युक्तं तेषु न चान्यथा " ॥ 750
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy