SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વાલક છ ગુરૂપૂજન ક્રિયાયોગની દ્વિતીય શ્રેણી ગુરૂપૂજન છે. દ્વિતીય પ્રકરણમાં આ બાબત જેવાઈ ગઈ છે. - પ્રવચનસારદ્વારના દ્વિતીય દ્વારની વૃત્તિ, ગશાસ્ત્રના ત્રીજા પ્રકાશની વૃત્તિ, ગુરૂવન્દનભાષ્ય વગેરે સ્થળે ગુરૂવન્દનની પ્રક્રિયાને વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં તે ફક્ત એટલું જ જણાવવું ઉચિત છે કે તે ગ્રન્થમાંથી ગુરૂવન્દનની પ્રક્રિયા બરાબર શિખી તે પ્રમાણે શુદ્ધ રીતે વર્તનમાં મૂકવી જોઈએ. એ ઉપરાંત, “ ઉપરથી ગુરૂને વંદના કરાય અને અંદરથી ગુરૂ તરફ વૈમનસ્યવૃત્તિ રહે ”એવી દ્વિધા વૃત્તિ ન રાખવી જોઈએ. ગુરૂને વંદન કરાય અને તેમની હામે અવજ્ઞા ભર્યા શબ્દો બેલાય, એ કેવી ગાંડાઈ કહેવાય છે. કોઈની પણ નિન્દા ન કરવી જોઈએ, તે ગુરૂના અવર્ણવાદને માટે તે કહેવું જ શું ?. રસ્તામાં ક્યાંઈ સાધુ મહારાજને મેળાપ થતાં તેમને મસ્તક ઝુકાવી હાથ જોડી નમસ્કાર કરે વિસરે ન જોઈએ. બુદ્ધિવાદ અને ચારિત્ર જુદી વસ્તુ છે. બુદ્ધિવાદ કરતાં ચારિત્રની પૂજ્યતાને દરજ ઉગે છે. આ વાત ખાસ લક્ષમાં રાખી જ્ઞાનાવરણકર્મના ક્ષપશમણાં (બુદ્ધિવાદમાં) પછાત રહેલ ચારિત્રવાનું મહાત્મા ઉપર બુદ્ધિશાળી ગૃહસ્થ અનાદર યા અલ્પાદર રાખવો ન જોઈએ. બુદ્ધિની ડયૂલતા ચારિત્રજનિત પૂજ્યતાને અટકાવી શકે જ નહિ. આવશ્યક આવશ્યક એ ક્રિયાગની ત્રીજી શ્રેણી છે. અવશ્ય કર્તવ્ય ક્રિયાને “આવશ્યક’ કહેવાય છે, અને તે પ્રાત:કાલિક તથા સાય કાલિક પ્રતિક્રમણનું (સંધ્યાનું) નામ છે. આની અંદર પ્રભુની બંદગી, ગરૂવન્દન અને પાપનું આલેચન તથા પ્રાયશ્ચિત્ત આવે છે. સામાયિક, ચતુર્વિશતિ (તીર્થકરને) વંદન, ગુરૂવન્દન, પાપપ્રતિકમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ બાબતોનો સમુચ્ચય “આવશ્યક” કહેવાય છે. એનું બીજું નામ “પ્રતિકમણ” પણ છે. - આ ક્રિયાની વિધિ વિસ્તૃત છે. મને યોગની એકાગ્રતાની આ ક્રિયામાં વિશેષે જરૂર પડે છે, આ ઉપરાંત જુદી જુદી વખતે શરીરના અવયે જુદી જુદી રીતે વાળવા પડે છે. શાસ્ત્રકાર વેગનાં 704
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy