SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ " અધ્યાત્મતાલે. પાંચમુંપરંતુ તેઓનું દીક્ષાગ્રહણ એમ સમજીને છે કે- “ સંસારમાં આજીવિકા માટે આટલાં કષ્ટ સહન કરવાં, એ કરતાં દીક્ષાવતનું કષ્ટ શું ખોટું કે જેથી ભવાન્તરમાં પણ લાભ મળી શકે !.” આવી સમજણવાળા આસ્તિક મુમુક્ષુ માણસે જે કે દારિદ્રયથી સંતપ્ત થઈને દીક્ષા ગ્રહણ કરે છે, છતાં પણ તેઓને તે વૈરાગ્ય દુઃખગર્ભિત માની શકાય નહિ. - મેક્ષ મેળવવાની અભિલાષાએ જેઓ સંસારથી વિરક્ત થયા છે, પણ મુક્તિના ખરા માર્ગે પ્રવૃત્તિ ન કરતાં મિથ્યાજ્ઞાનવશાત ઉલટે માગે કાયકલેશ માત્ર સહન કરે છે, તેઓ મેહગભિત-વૈરાગ્યવાળા જ છે, એમ આપણે ઉપર જોયું, પરંતુ એ મેહગર્ભિત-વૈરાગ્યવાળા જ જે કદાગ્રહને ત્યાગ કરીને મધ્યસ્થભાવમાં વિશ્રાન્ત થાય, રડ્યૂલબુદ્ધિ અનુસાર થયેલી પોતાની સમજણમાં દુરાગ્રહ નહિ રાખતાં ઉચ્ચ તના જિજ્ઞાસુ બને તથા સર્વ જી તરફ પ્રશમવૃત્તિ ધારણ કરે અને ઈષ્ટઅનિષ્ટનાં કબ્દોના આઘાતથી ચલાયમાન નહિ થતાં રાગદ્વેષને ક્ષય કરવાના પિતાના ઉદ્દેશમાં બદ્ધપ્રયત્ન રહે, તે તેઓને જ્ઞાનગર્ભ–વૈરાગ્યને માર્ગ સુલભ છે. એવી ને એવી મધ્યસ્થસ્થિતિમાં આગળ વધતાં બહુ ઉંચા પ્રકારનું જ્ઞાનગર્ભ–વૈરાગ્ય મેળવવા તેઓ ભાગ્યશાળી થઈ શકે છે અને એ દ્વારા એઓને આત્મા મુકત થઈ જાય છે. ત્યારે જ યશવિજપાધ્યાય અધ્યાત્મસારમાં કહે છે કે – “ શાલિનામાધાર: સમતે ૩ દિ ... रत्नत्रयफलप्राप्तयया स्याद् भावजनता " ॥ (ત્રીજે પ્રબન્ધ ૫૦ મે ક). અર્થત–અન્યલિંગમાં જે સિદ્ધ થવાનું શાસ્ત્રમાં ફરમાવ્યું છે, તે અન્યલિંગસિદ્ધ થવાને આધાર સમતા ઉપર છે. આ સમતાથી (ગુણાનુરાગસંયુક્ત માધ્યભાવથી ) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્રરૂ૫ રનયની પ્રાપ્તિ થતાં એઓ (અન્યલિંગવર્મીઓ) ભાવજોનપણાને પ્રાપ્ત કરે છે. જૈનલિંગમાં વર્તનાર પણ જે દુરાગ્રસુકા હેય અને ગુણના ગુણ તરફ ઇષ્યસ્વભાવવાળે હેય, તે સમજવું જોઈએ કે તેને રનત્રયીનું સાધન મળ્યું જ નથી. કલ્યાણના ક્ષેત્રમાં ગુણપૂજાસમેત સમભાવ 686
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy