SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ [ પાંચમું અધ્યાત્મતત્ત્વાલક, અનાદિકા इन्द्रियरोधस्य महत्त्वं दर्शयन् तत्कारणमुपन्यस्यतिअन्तर्बलोद्भावनहेतुरेकः स इन्द्रियाणां विनियन्त्रितत्वम् । एतत्कृतेऽन्तःकरणस्य शोध*आवश्यके यत्नमतीव कुर्यात् ॥ ५॥ Complete mastery over the senses is the sole cause of the awakening of inner vitality, therefore one should constantly direct efforts for the purification of the heart essential for the subjugation of senses. ( 5 ) ઇન્દ્રિયનિધનું મહત્વ અને તેને માર્ગ– - “આન્તરિક બળને પ્રાદુર્ભાવ કરવામાં ઈન્દ્રિયનિગ્રહ એક મહાન સાધન છે. તે સાધનને સંપાદન કરવામાં અગત્યનું કારણ મનઃશુદ્ધિ છે. તે મનઃશુદ્ધિ માટે દઢપ્રયત્નશીલ બનવું જોઈએ. ”–૫ વ્યાખ્યા. ઇન્દ્રિયની દારૂણતા શાસ્ત્રકારે બહુ વર્ણવે છે. અભક્ષ્યનું ભક્ષણ, અપેયનું પાન અને અગમ્ય તરફ ગમન એ બધું દ િકરાવે છે. કેટલીક વખતે ઇન્દ્રિયનો ઉછાળો તપસ્વીઓથી પણ જુગુસિત કર્મો કરાવે છે. તાડન, તર્જન, બર્ધન અને દેહાન્તનાં દુઃખો માત્ર ઉચ્છખલ ઈન્દ્ર ને આભારી છે. સમસ્ત દુઃખોથી વેગળા રહેવા માટે ઇન્દ્રિય ઉપર કાબુ મેળવવો અતિઅગત્યનો છે. વશમાં ન રહેલી જે ઇન્દ્રિયો અનર્થોના ખાડામાં ઉતારે છે, વશીભૂત થયેલી તેજ ઈદ્રિ દિવ્ય આનન્દનું અપૂર્વ દર્શન કરાવે છે. અહિત અર્થોમાં ઇન્દ્રિયો હતપ્રાય હોવી જોઈએ અને હિત કાર્યોમાં પ્રવૃત્તિવાળી બની રહેવી જોઈએ-એ એકજ સૂત્રપાઠ મનુષ્ય માત્ર પિતાના હૃદયમાં સ્થિર કરવાનું છે. મનુષ્યત્વની સાથે સરખામણીમાં ઉતરનારે મનુષ્યજાતિને આ સ્વાભાવિક ધર્મ છે. 640
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy