SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણું. ] SPIRITUAL LIGHT. દેવલાક ગતિ પણ સભળાય છે, અને ખીજા કષાયવાળાઓની ગતિના સબન્ધમાં પણ અન્યથાભાવ સંભવે છે. વસ્તુત: અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સજ્વલન એ પ્રત્યેક ચારે કષાયાના ચાર ભેદે માનવા જોઇએ. જેમકેઅનન્તાનુબન્ધી-અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાનાવરણ–અનન્તાનુબન્ધી, પ્રત્યાખ્યાનાવરણ-અનન્તાનુબન્ધી અને સ ંજ્વલન-અનન્તાનુબન્ધી. એવી જ રીતે ખીજા ત્રણ કાયા માટે પણ–અનન્તાનુબન્ધી–અપ્રત્યાખ્યાનાવરણુ, અપ્રત્યાખ્યાનાવરણ–અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ–અપ્રત્યાખ્યાનાવરણુ અને સજ્વલન-અપ્રત્યાખ્યાનાવરણુ, તથા અનન્તાનુબન્ધી–પ્રત્યાખ્યાનાવરણુ, અપ્રત્યાખ્યાનાવરણ–પ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણુ–પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન–પ્રત્યાખ્યાનાવરણુ, એવં અનન્તાનુબન્ધી-સંજ્વલન, અપ્રત્યાખ્યાનાવરણુ–સ જ્વલન, પ્રત્યાખ્યાનાવરણ–સ ંજ્વલન અને સંજ્વલનસંજ્વલન. ( આવી રીતે એક ક્રોધના સેાળ ભેદ થતાં ચારે કષાયેાના ૬૪ ભેદા થાય છે. ) આમ વ્યાખ્યા કરવાથી— ક્ષાયિક સમ્યકત્વવાળા શ્રેણિકરાજાને અનન્તાનુબન્ધી કષાયને અભાવ હાવાથી અનન્તાનુબન્ધીકષાયથી ઉત્પન્ન થતી નર્કગતિ ન થવી જોઇએ, અને સજ્વલનકષાયને લગતું ચારિત્ર ધરાવનાર બાહુબલીમુનિ વર્ષ પર્યન્ત સ્થિતિવાળા અપ્રત્યાખ્યાનાવરણુ માનકષાય ન હેાવા જોઇએ ”—એ વગેરે ગુંચવણા ટળી જાય છે. એ રીતે ટળી જાય છે કે- શ્રેણિકરાજાને જો કે અપ્રત્યાખ્યાનાવરણુ કષાય હતા, પણ તેના ઉપર બતાવ્યા પ્રમાણે ચાર ભેદે હાવાથી તેમાંને અનન્તાનુ અન્ધી એવા અપ્રત્યાખ્યાનાવરણુ કષાય હતા, આથી કરીને ( અનન્ત દુ:ખની સાથે જોડી આપનાર ' એ અર્થવાળા અનન્તાનુબન્ધી અપ્રત્યાખ્યાનાવરણથી ) તેમની નરકત ઘટી શકે છે. એવીજ રીતે બાહુબલી મુનિના સજ્વલન કષાય પણ અપ્રત્યાખ્યાનાવરણુસ્વરૂપવાળા હેાવાથી તેની સ્થિતિ વર્ષ સુધી ઘટી શકે છે. અસ્તુ. . પ્રકારાન્તથી ક્રોધ, માન, માયા, લેાભના ચાર ભેદો બતાવ્યા છે સ્વપ્રતિષ્ઠિત, અન્યપ્રતિષ્ટિત, ઉભયપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ટિત. પેાતાની જાતે કરેલા અપરાધને લીધે જે માણસને પેાતાનાજ ઉપર ક્રોધ થાય, તે તેના તે ક્રોધ સ્વપ્રતિષ્ઠિત કહેવાય. બીજાના કરેલા તિરસ્કારથી જે ફ્રોધ થાય, 563
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy