SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણું. ] SPIRITUAL LIGHT. અંદર પાંચ ભવો બતાવ્યા છે. કૃષ્ણવાસુદેવના ભવથી લઈને પાંચમે ભવે તેઓ મુક્તિ પ્રાપ્ત કરશે, એમ ત્યાં જણાવ્યું છે. આ ઉપરથી તેમનું ક્ષાયિકસભ્યત્વ પાંચ ભવવાળું સિદ્ધ થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ માટે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ જે ત્રિપુટીને ક્રમ બીજા પ્રકરણના અન્તભાગમાં આપણે જોઈ આવ્યા છીએ, તે અન્ય યોગિઓને પણ પ્રકારાન્તરથી મંજૂર છે. માણાચાર્યનું સૂત્ર છે કે પ્રવૃત્તિ-ઘરામ-3યાSS--તમરમે: વાર્મોન: ” અર્થાત–પ્રવૃત્તિ, પરાક્રમ, જય, આનન્દ અને ઋતંભર એટલા ભેદે કર્મવેગના છે. અહીં “પ્રવૃત્તિ” એ છેલ્લું યથાપ્રવૃત્તિકરણ, પરાક્રમ” એ અપૂર્વ કરણ, “જય ” એ પ્રતિબન્ધાભાવરૂપ અનિવૃત્તિકરણ, “આનન્દ” એ સમ્યગ્દર્શનને લાભ અને “ઋતંભર ” એ સમ્યગ્દર્શનપૂર્વક દેવતાપૂજનાદિવ્યાપાર સમજ. અસ્તુ. ચતુર્થગુણસ્થાન વગેરે સમ્ય ગુણસ્થાનની શરૂઆત આ પાંચમી દૃષ્ટિથી થાય છે. આ દષ્ટિ પ્રાપ્ત થતાં ચતુર્થગુણસ્થાન તે પ્રાપ્ત થઈ જ જાય છે, કિન્તુ વ્રત-નિયમમાં ગ્ય રીતે સ્થિર થતાં આ દૃષ્ટિવાળો એથી આગળના ગુણસ્થાનમાં પ્રાપ્ત થયેલું હોય છે. - પ્રથમ દૃષ્ટિવાળાને પણ અહિંસા વગેરે યમ હોવાનું જ્યારે બતાવ્યું છે, તે પછી કેવલસમ્યકત્વધારી ચતુર્થ ગુણસ્થાનવાળાને તે તે સુતરાં હોવા જ જોઈએ. પરંતુ જે સાધારણ પ્રકારે પ્રથમ દૃષ્ટિવાળાને અહિંસા આદિ યમે પ્રાપ્ત હોય છે, તેના કરતાં ઉચ્ચ કોટીએ ચતુર્થગુણસ્થાનકવાળાને તે પ્રાપ્ત હોય છે. આમ છતાં પણ ચતુર્થગુણસ્થાનવાળે દેશવિરતિ ” ન કહી શકાય. એનાં કારણે શાસ્ત્રદષ્ટિએ અનેક રીતે છે, પણ અહીં એટલું જ ધ્યાનમાં રાખવું જોઈએ કે શાસ્ત્રોક્તવિધિ અનુસાર યથાર્થ રીતે વ્રત-નિયમો પાળવામાં આવે, તેજ દેશવિરતિ નામક પંચમગુણસ્થાનમાં પ્રવેશ કરી શકાય છે. 497
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy