SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણે ] SPIRITUAL LIGHT. છે કે-વિષયોથી ઈન્દ્રિયોને હઠાવવી * મુનિ પતંજલિ પણ યોગસૂત્રમાં આજ પ્રકારને ભાવ પ્રત્યાહારના લક્ષણમાં બતાવે છે. તેઓ કહે છે કે " स्वविषयासम्प्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः" । અર્થાત પોતાના વિષયના વિયોગકાળે પિતે જાણે ચિત્તવૃત્તિને અનુસરે છે, એવી ઈન્દ્રિયની જે સ્થિતિ, તે પ્રત્યાહાર છે. આ સૂત્રથી પણું એજ મતલબ નિકળે છે કે શાંત અવસ્થામાં પ્રાપ્ત થયેલા ચિત્તને ઈન્દ્રિયો તરફથી જ્યારે બાધા ઉપસ્થિત ન થાય, ત્યારે તે વખતની ઈન્દ્રિયોની સ્થિતિને પ્રત્યાહાર કહેવામાં આવે છે. ઈદ્ર સાથે વિષયને સંસર્ગ થતાં ચિત્તની શાન્ત વૃત્તિઓ પણ બહુધા ક્ષભિત થઈ જાય છે. એ માટે ઇન્દ્રિયને વિષયસંસર્ગથી મુક્ત રાખવી, એજ ચિત્તની સમાધિ જાળવવા માટે સર્વોત્તમ સાધન છે, અને એનું જ નામ પ્રત્યાહાર છે. ઇન્દ્રિય કેવી ઉદ્ભૂખલ છે, તેને માટે ભગવદ્ગીતામાં કહ્યું છે– યત ઘઉં જોય! પુરવસ્ત્ર વિયતઃ | इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ” ॥ (બીજો અધ્યાય, ૬૦ મે લેક.). અર્થાત–પ્રયત્ન કરતા વિદ્વાન મનુષ્યના મનને પણ તેફાન કરનારી ઈન્દ્રિયે બલાત્કારથી હરણ કરે છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે શાબ્દિનુરાનિ નિયાક્ષાને યોજાવ ! ' સુજિત્તાનુwારી ળ કલ્યાદા:રાયઃ ” આ શ્લોક પ્રત્યાહારનું લક્ષણ બતાવે છે. એને ભાવાર્થ, પતંજલિના પૂર્વોક્ત પ્રત્યાહારના સૂત્રને મળતો છે. અર્થાત ચિત્તની શાન્ત અવસ્થામાં ઈન્દ્રિયોને આડી અવળી નહિ રખડાવતાં ચિત્તની માફક-ચિતના જેવી * “પ્રત્યાહારવિન્દ્રિયાળ વિયે: સમાતિઃ ”હેમચન્દ્રાચાર્ય, અભિધાનચિન્તામણિ, પ્રથમ કાંડ. ૧ બીજે પાદ, ૫૪ મું સૂત્ર. . . . 489
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy