SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતાલે. 1 ત્રીજુંવિતંડા વસ્તુસ્થિતિએ કથા હોવાને યોગ્ય નથી. જલ્પકથાને વાદમાં સમાવેશ થઈ શકે છે. જિગીષુના વાદિત યા પ્રતિવાદિતમાં જે કથા ચાલે છે, તેને વાદકથા પણ કહી શકાય છે. વાદસ્થામાં છલપ્રયોગ ન થાય એ ખરી વાત છે, પણ કદાચિત અપવાદદશામાં છલપ્રયોગ કરવામાં આવે, તે એથી તે વાદથી મટી શક્તી નથી. “ જલ્પ ” ને વાદકથાનેજ એક વિશેષભાગ માનીએ, તે એ ખોટું નથી. પ્રકારાન્તરથી વાદના ત્રણ ભેદ પડે છે.x શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ બકવાદી અધર્માત્માની સાથે જે વાદ કરે તે શુષ્કવાદ છે. ફક્ત વિજયલક્ષ્મીને ચાહનાર એવા વાવદૂક સાથે જે છલ-જાતિપ્રધાન વાદ કરવો તે વિવાદ છે. મધ્યસ્થ, ગંભીર અને બુદ્ધિમાન એવા શાણુ મનુષ્યની સાથે શાસ્ત્રમર્યાદાપૂર્વક જે વાત કરે તે ધર્મવાદ છે. આ ત્રણે વાદમાં છેલ્લેજ વાદ કલ્યાણકારી છે. પહેલે વાદ તે વસ્તુત: બકવાદ છે. બીજો વાદ પણ જોખમભરેલ અથવા ફલરહિત છે. દેશ, સમય, સભા વગેરે સગો જોઈ તદનુસાર વિવેકપૂર્વક વાદ કર. વિજયલક્ષ્મીને ચાહનારની સાથે વાદ કરવો અસ્થાને નથી, પણ સમયપ્રસંગ ઓળખી લેવું જોઈએ. સામગ્રી અનુકૂળ રહે તેવાની સાથે જે ઉચિત રીતે વાદ કરવામાં આવ્યું હોય, તે શાસનની પ્રભાવના થાય છે, અને એથી મહત પુણ્ય મેળવાય છે. પરંતુ બકવાદી, ધર્મથી અને દુરાગ્રહીની સાથે તે ભૂલે ચૂકે પણ વાદના પ્રસંગમાં ન ઉતરવું. प्रस्तुतं पुष्णातिएकेऽभियुक्ता अमुकं पदार्थ यथाऽनुमानैः परिकल्पयन्ति । अन्येऽभिरूपा अमुमेव भावमन्यस्वरूपं प्रतिपादयन्ति ॥ १११ ॥ The learned disputants on one side try to establish one sylogistic conclusion in one direction while their learned opponents prove the contrary, supposition. ( 111 ) * જુઓ હરિભકઅષ્ટકમાં બારમું અષ્ટક, 478 - ,
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy