SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. સ્થિરતા નહિ, એ દેખના નિરાસ થાય છે, કારણ કે પૂર્વ દૃષ્ટિમાં ઉદ્વેગને નિરાસ થયેલ હાવાથી આ દૃષ્ટિમાં તજ્જન્ય ક્ષેપ દોષને નિરાસ થવાજ ોઇએ. આ દૃષ્ટિમાં તત્ત્વશુશ્રુષા ગુણ પ્રાદુર્ભૂત થાય છે. બીછ દૃષ્ટિમાં પ્રકટ થયેલ તત્ત્વજિજ્ઞાસા ગુણુ અહીં વિકસ્વર થઇને તત્ત્વશુક્ષાના રૂપમાં મૂકાય છે. હવે આસનને અંગે, જોઇ ગયા છીએ કે-મુખ્ય બે ગુણેા હોવા જોઇએ, એક તો તે સ્થિર હાવુ જોઇએ અને ખીજી' તે સુખાવહ હોવુ જોઇએ. ઋષિ પતંજલિ પેાતાના યોગસૂત્રમાં “ સ્થિર-મુલમાસનમ્ ” એ સૂત્રથી પ્રસ્તુત હકીકતને પોષે છે. તે આસન સહુથી ઉત્તમ છે કે જેમાં આપણાથી વધુ વખત સુખથી શુભચિન્તન કરી શકાય. ઉનના વસ્ત્રનુ આસન, કે જેના ઉપર એસી ધર્માનુષ્ટાન કરાય છે, તે પણ ‘ આસન ’ છે, પરન્તુ પ્રસ્તુતમાં શરીરને અમુક પ્રકારની સ્થિતિમાં વાળી સ્થિર રહેવુ, તેજ આસન અગત્યનુ છે. આસનના વિવિધ પ્રકારે ચાગના ગ્રન્થામાં બતાવ્યા છે, પણ પોતાને જે અનુકૂળ લાગે, તેજ પોતાને માટે ઉત્તમ છે. હયાગના અભ્યાસીએ અનેક પ્રકારનાં વિચિત્ર આસનેને અભ્યાસ કરે છે, પરંતુ આસન-સિદ્ધિમાંજ તેમેના અભ્યાસનુ પ વસાન આવે છે. તે સાધનથી શું સિદ્ધ કરવાનુ છે, એ તરફ તેઓ અજ્ઞ અથવા મેદરકાર રહે છે. જૈન યાગીશ્વરાએ તથા પત’જલિ ઋષિએ પોતાનાં યેાગશાસ્ત્રામાં રાજયાગ અથવા સાત્ત્વિકયાગ વિચાર્યા છે, કિન્તુ હયાગ તરફ તેમણે આખું લક્ષ્ય આપ્યું છે; આનું કારણ સ્પષ્ટજ છે કે હઠયેાગમાં બધી .હાજ છે. એકન્દર બલાત્કારવાળી પ્રવૃત્તિ સિવાય તેમાં કશું નથી. દુઃખની વાત તે એ છે કે હઠના પ્રયાગામાં પ્રવીણતા મેળવ્યા છતાં પણ રાજયોગ તરફ્ ઉપેક્ષા રખાતી ઘણે સ્થળે જોવામાં આવે છે. ફકત સાધનનાજ ક્ષેત્રમાં મમત્વ ખંધાઇ જવાથી, તેનું ફળ એ આવે છે કે ત્યાંથી મૂળ નિશાન તરફ પ્રયાણુ અધ પડી જાય છે. હાયેગ શરીરને શુદ્ધ કરવામાં અથવા પાલિક વિજ્ઞાનપ્રયોગ મેળવી આપવામાં જેટલે કુંતેહમદ નિવડે છે, તેટલા પ્રાય: આત્મશુદ્ધિમાં નિવડતા નથી. યાગથી શરીરના કાઠાએ પરિશુદ્ધ થતાં પેાતાની જાતને કૃતાર્થ માનવાની ભયંકર ભૂલ ઘણા હયાગએ કરતા જોવાય છે. માની લઇએ હડયેાગના પ્રભાવથી શરીર અગ્નિતપ્ત સુવર્ણની * બીજો પાદ અને ૪૬ મું સૂત્ર. ૫૮ 453
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy