SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] SPIRITUAL LIGÁT. In the last Yathāpravrutikarana stage, such is his nature that he is nearing the cutting of the Karmic knot. The wise say that he is metaphorically said to have reached the Apuryakarana stage because it immediately follows the Yathāpravruti stage. ( 8 ) વળી– ગ્રન્થિને ભેદ કરવાનું કામ જેને નજીકમાં થવાનું છે, એવા ચેતનને છેલ્લા ક્યથાપ્રવૃત્તિકરણમાં આ પ્રથમ દૃષ્ટિનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. જો કે આ સ્થિતિની હદે અપૂર્વકરણને ઉદય નથી, છતાં આ દૃષ્ટિવાળાને તે અતિદૂર ન હોવાથી આ દૃષ્ટિમાંના યથાપ્રવૃત્તિકરણને ગીશ્વરે (ઉપચારથી ) અપૂર્વકરણ કહે છે.”—૮૫ - * યથાપ્રવૃત્તિકરણનું સ્વરૂપ બીજા પ્રકરણમાં ૪૫ મા શ્લોક ઉપરની વ્યાખ્યામાં આપ્યું છે. યથાપ્રવૃત્તિકરણ એ બુદ્ધિપૂર્વક વિનાનો આત્માને પરિણામવિશેષ છે. આ પરિણામ ઘણી વખત અભવ્યને પણ ઉત્પન્ન થાય છે. અતઃ એ મહત્ત્વનું નથી, તે પણ આત્મોન્નતિની દિશા તરફ ચાલનારાઓને માટે એ પ્રથમ સ્ટેશન છે. ત્યાં આવવું જ જોઈએ. ત્યાંથી જ આગળ વધી શકાય. પરંતુ ત્યાંથી આગળ વધીજ શકાય, એ વાત નથી. ત્યાં આવવું એ દુષ્કર નથી, પરંતુ ત્યાં આવ્યા વિના આગળ જવું એ અશક્ય છે, એ માટે તેટલેક અંશે તેનું ગેરવ લેખી શકાય. કિન્તુ જે છેલ્લું યથાપ્રવૃત્તિકરણ, કે જ્યાંથી આગળ વધવાનું જ છે, તે ખરેખર ગારવાપાત્ર છે અને તેવા યથાપ્રવ્રુતિકરણ પછી અપૂર્વકરણને ઉદય દૂર રહેતો નથી. આવું યથાપ્રવૃત્તિકરણ પ્રથમ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીને પ્રાપ્ત હોય છે, અને એ કમશઃ અપૂર્વકરણ દ્વારા સમ્યકત્વ પ્રાપ્ત કરાવે છે. ૧ અપૂર્વકરણ એટલે અપૂર્વ (પૂવે નહિ પ્રાપ્ત થયેલ) અધ્યવસાયવિશેષ, આનું સ્વરૂપ, બીજા પ્રકરણમાં ૪૫ મા લેક ઉપરની વ્યાખ્યામાં જણાવ્યું છે. 481
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy