SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] SPIRITUAL LIGHT. થઈ શકે છે. સાધુ લેકેને માટે તે સર્વથા બ્રહ્મચર્ય પાળવાનું છે, એ તે પ્રસિદ્ધ વાત છે, અને એ માટે તે સાધુઓને સ્ત્રીસંગીને સંગ કરવાનું પણ નિષેધ્યું છે; પરંતુ ગૃહસ્થાને માટે પણ બ્રહ્મચર્યથી ચલિત કરાવનાર સંયોગથી દૂર રહેવાનું વિધાન છે. જુઓ ! મનુસ્મૃતિમાં " मात्रा स्वस्ना दुहित्रा वा न विविक्ताऽऽसनो भवेत् । बलवानिन्द्रियग्रामो विद्वांसमाप कर्षति " ॥ ( બીજો અધ્યાય ) આ કથી ફરમાવ્યું છે કે “માતા, બહેન અને પુત્રી સાથે એકાન્તમાં રહેવું નહિ, કેમકે ઈન્દ્રિય બહુ બળવાન છે અને તે વિદ્વાનને પણ ચક્કરમાં નાખે છે. ” આ શ્લોકથી માતા, બહેન અને પુત્રી સાથે પણ એકાંતવાસ નિષેધવામાં આવ્યો, તે પછી અન્ય સ્ત્રી સાથે એકાન્તવાસ સુતરાં નિષિદ્ધ થાય છે, એકાતવાસરૂપ ભુજંગના સહવાસમાં બ્રહ્મચર્યરૂપ દૂધ સહીસલામત રહી શકે, એ કઠિનતાભરેલું છે. બ્રહ્મચર્યની રક્ષા માટે મિથુનનાં આઠ અંગે વર્જવાની જરૂર છે. દક્ષસ્મૃતિમાં કહ્યું છે કે . " ब्रह्मचर्य सदा रक्षेद् अष्टधा रक्षणं पृथक् । - स्मरणं कीर्तन केलि: प्रेक्षणं गुह्यभाषणम् ॥ " संकल्पोऽध्यवसायश्च क्रियानिवृत्तिरव च ।। ઇતમૈથુનમwાં પ્રવૃત્તિ મનીષિાઃ ” | (અધ્યાય ) મિથુન આઠ પ્રકારનું છે-સ્મરણ, કીર્તન, ક્રીડા, જેવું, ગુહ્ય ભાષણ, સંકલ્પ, અધ્યવસાય અને કુપ્રવૃત્તિ. ” - આ મૈથુનનાં આઠ અંગેથી દૂર રહેવામાં જ બ્રહ્મચર્યનું પાલન થઈ શકે છે. એ જોઈ ગયા છીએ કે ગૃહસ્થને માટે દેશતઃ બ્રહ્મચર્ય પાળવાની અનુજ્ઞા છે, અર્થાત ગૃહસ્થોને ધર્મ છે કે તેઓએ સ્વદારસતિષી થવું જુએ, બીજા પ્રકરણમાં ૨૨૮ મા પૃષ્ઠની અંદર “જીનાં સ્ત્રીળિનાં સં” એ ભાગવતને શ્લોક, 888
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy