SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલોક. [ બીજુંનિશ્ચય કરે તે તત્વશ્રદ્ધાન કહેવાય અને તેનું નામ સમ્યગ્દર્શન છે; મિથ્યાદર્શન તેથી ઉલટું છે. દર્શનમોહનીયકર્મના ઉદયથી પદાર્થમાં વિપરીત માન્યતા યા વિપરીત શ્રદ્ધા ઉભી થાય એ મિથ્યાદર્શન છે. દર્શન શબ્દ આ સ્થળે “શ્રદ્ધાન” અર્થમાં વપરાય છે. યથાર્થ દર્શન (શ્રદ્ધાન) હોય તે તે સમ્યગ્દર્શન કહેવાય અને વિપરીત શ્રદ્ધાન હોય તો તે મિથ્યાદર્શન કહેવાય. શ્રદ્ધાન શબ્દનો અર્થ સમજવામાં ઘણી વખત ગોટાળો ઉભો થતો જેવામાં આવે છે. શ્રદ્ધાનને અર્થ જે ખાલી માન્યતાજ કરીએ, તે તે અધૂરે અર્થ છે. “હું અમુક માનું છું, મારે અમુક વાત કબૂલ છે, અમુક બાબતમાં મને શ્રદ્ધા છે, અમુક પુસ્તકમાં લખેલી અમુક હકીકત મારે માન્ય છે ” એવી રીતના પ્રસંગમાં જે માન્યતાને અર્થ આપણે સમજીએ છીએ, તેવોજ સાદે માન્યતારૂપ અર્થ જે શાસ્ત્રકારના શ્રદ્ધાન શબ્દને કરીએ તે તે બરાબર નથી. માન્યતા અને શ્રદ્ધાનમાં ફરક સમજવાને છે. માન્યતા એ નીચી કેટીની વસ્તુ છે, જ્યારે શ્રદ્ધાન એ માન્યતાનો પરિપાક હાઈ કરીને ઉંચી કેટીની વસ્તુ છે. માન્યતા એ મનુષ્યના અમુક પ્રકારના મનને ભાવજ સૂચવે છે, જ્યારે શ્રદ્ધાન મનુષ્યના આત્મા ઉપર અજવાળું પાડનાર દિવ્ય પ્રકાશ છે. શ્રદ્ધાનો ઉદય થતાં જીવ અને દેહનું આત્મસ્પર્શી વિવેકજ્ઞાન સ્પરે છે. જેવી અડગ માન્યતા પોતાના શરીર ઉપર અને માતા-પિતા તથા સાંસારિક વસ્તુઓ તરફ હોય છે, તેવી અડગ માન્યતા આત્મા અને શરીરની ભિન્નતા ઉપર બંધાય, ત્યારે તેને શ્રદ્ધાન થયું કહેવામાં આવે છે. ચતુર્થ ગુણસ્થાનકનું જે ગીરવ શાસ્ત્રમાં બતાવ્યું છે, તે આવી શ્રદ્ધાને અવલંબે છે. આવી શ્રદ્ધાને વિકાસ થતાં તક્ષણાત્ જીવનને ક્રમ ફરી જાય છે. નવીન જીવનમાં આત્માનું આગમન થાય છે. પિાલક મમત્વના કચરામાંથી નિકળીને આત્મા સ્વરૂપાભિમુખથાય છે. પરંતુ જીવ અને શરીર જુદાં છે, એમ હું માનું છું, એમ માનવા માટે હરકત નથી”—એવા પ્રકારની ખાલી નિર્જીવ માન્યતાથી શ્રદ્ધાનું કામ સરી શકવાનું નથી. આત્માના અન્તર્ભાવને સ્પર્શ નહિ કરનારી ઉપરોટલી માન્યતાને શ્રદ્ધા સમજવાની ભૂલ કરનારાઓ સારી પેઠે સમજી શક્યા હશે કે શ્રદ્ધાન એક એવી નિરાળી વસ્તુ છે કે જે બ્રાન્તિના અંધારામાંથી આત્માને બહાર કાઢી જ્ઞાનના અજવાળાથી જળહળતા ચારિત્રના પથ ઉપર મુસાફરી કરાવીને મુક્તિમંદિર સુધી લઈ જાય છે. 398
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy