SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] SearTUAL LIGHT. રેગને શમાવવામાં લાગી જાય છે અને એ સ્થિતિના આધારે તે માણસ નીરાગ થઈ જાય છે. ઘણાએક પાશ્ચાત્ય ડાકટરોએ પિતાના સ્વાનુભવથી એ સિદ્ધ કરી આપ્યું છે કે અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપવાસચિકિત્સા એ રામબાણ પ્રયોગ છે. અનેક યુરોપીયનેએ ઘણા વખતના પિતાના રેગ ઉપવાસથી હાંકી કાઢયા છે. ડાકટર બરનર મૈફેડન પિતાને ઉપવાસસંબન્ધી સ્વાનુભવ જણાવતાં કહે છે –“ જેઓ એમ સમજતા હોય કે ઉપવાસ કરવાથી શરીરબળ ક્ષીણ થઈ જાય છે, તે તેઓની તે ભૂલ છે.” ડાક્ટર મહાશયનું કહેવું છે કે-સાત દિવસના ઉપવાસની તપસ્યામાં સાતમા દિવસે મારે શરીરમાં જે બળસંચાર જણાય તે મને પિતાને જ આશ્ચર્યજનક લાગે. - એક યુપીયન લેડીને લકવાને રોગ અનેક ઔષધોપચારોથી જ્યારે ન મટો, ત્યારે તેણીએ ચાલીસ દિવસના ઉપવાસ કર્યો, આથી તેણીનું શરીર નરેગ થયું. * હ૦ ટેનરે એકવાર ચાલીસ ઉપવાસ કરી યુરોપ, અમેરિકાની જનતાને ઉપવાસજનિત અનેક લાભ બતાવી આપ્યા હતા. અમેરિકાના સુપ્રસિદ્ધ લેખક માર્ક ટવેનને ઉપવાસ સંબંધી ગુણે તરફ બહુ વિશ્વાસ હતે. તેઓને જ્યારે જર યા શ્લેષ્મ ઉત્પન્ન થતું, ત્યારે તેઓ તરત ઉપવાસ કરતા. અમેરિકન અઝન સિંકલેઆર નામક સુપ્રસિદ્ધ લેખક મહાશયે ઉપવાસથી ઘણે લાભ ઉઠાવી તે સિદ્ધાન્તને પ્રચાર કર્યો છે. સહુથી વધારે ઉપવાસ રિચર્ડ ફાસેલ નામક એક પુરૂષે કર્યા હતા. આ ભાઈને જલદરને રોગ હતું અને આખું શરીર સૂજી ગયું હતું, પરંતુ તેઓ નેવું દિવસો સુધી ઉપવાસ કરી પોતાની ગુમાવેલી તન્દુરસ્તી પુનઃ મેળવી શક્યા. આવી રીતે યુરેપ, અમેરિકામાં સેંકડો આદમીઓ ચાલીસ ચાલીસ અને પચાસ પચાસ ઉપવાસ કરી અજીર્ણ, ગરમી, કંઠમાળ વગેરે ઘેર રોગોથી મુક્ત થયા છે. એવા રોગીઓ પણ કે જેઓને માટે મેટા મોટા ડાકટરોએ પણ હાથ ખંખેરી નાંખ્યા, તેઓ ઉપવાસની ચિકિત્સાથી આરોગ્ય મેળવી શક્યા છે. 291
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy