SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] SpirTUAL from. પિતા પ્રત્યેની ફરજ બિકુલ પાલન કરતા નથી. પરંતુ યાદ રાખવું જોઈએ કે માતા-પિતાના કૃતન થવું, એ મહેણું પાપ છે. *ઉત્તમ પુરૂષો એજ છે કે જેઓ માતા-પિતાને તીર્થરૂપે પૂજે છે. જેઓ, ઘરનું કામ કરે, ત્યાં સુધી જ માતા-પિતાને માને છે, તેઓ હલકા માણસ છે, અને તે માણસોને તે અધમ જ કહેવા જોઈએ કે જેઓ સ્ત્રી પરણ્યા પછી માતા-પિતાને ફટકારતાં અચકાતા નથી. વળી જેમ પશુઓને માતાની મતલબ સ્તનપાન પૂરતી જ છે, તેવી રીતે શું મનુષ્યોને પણ ઘરકામ પૂરતી જ માતા-પિતાની મતલબ હોવી જોઈએ ? છી! છી ! છી ! માતા-પિતાની ભક્તિ, એ ધર્મની યોગ્યતા મેળવવાનું સાધન છે, એમ હેમચન્દ્રાચાર્ય યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના છેલ્લા શ્વેકામાં “ માતા-પિન્ન પૂનાએ શબ્દોથી કથે છે. માસ્કૃતિના બીજા અધ્યાયમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે – " तयोनित्यं प्रियं कुर्याद् आचार्यस्य च सर्वदा।। તે વેવ ત્રિપુ સુષ તવઃ સર્વે સમાવતે ” મે ૨૨૮ | " तेषां त्रयाणां शुश्रषा परमं तप उच्यते ।। ન તૈચ્ચનનુજ્ઞાતો ધર્મમર્ચે સમાવતI ૨૨૪ / " त एव हि त्रयो लोकास्तएव जय आश्रमाः । त एव हि त्रयो वेदास्त एवोक्तास्त्रयोऽग्नयः " ॥ २३० ॥ અર્થાત–“માતા-પિતા અને ધર્માચાર્યને પ્રિય થાય, તેવું કામ કરવું. એઓ ત્રણને સંતોષવામાં સઘળે તપ સમાઈ જાય છે. એની સેવા, એજ પરમ તપ છે. એની આજ્ઞા વગર અન્ય ક્રિયા ને કરવી. માતા, પિતા અને ધર્મગુરૂ એઓ ત્રણ લેક છે, ત્રણ આશ્રમ છે, ત્રણ વેદો છે અને ત્રણ અગ્નિઓ છે. ” માતા-પિતાને ઉપકાર વાળ, એ કેટલું કઠિન છે, તે વિષયમાં જૈન આગમ ઠાણુગ સૂત્ર કહે છે કે* " आस्तन्यपानाजननी पशूनामादारलाभाच्च नराधमानाम् । आगेहकृत्याच्च विमध्यमानामाजीवितं तीर्थमिवोत्तमामाम् " ॥ - 215
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy