SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. ખર્ચાય છે. કહે ! આવી કંગાલ અવસ્થામાં પણ ભારતવર્ષની પ્રજા દુર્વ્યસન તરફ કેટલી મુકી રહી છે ? હિંદી સરકારને પણ તમાકું પાછળના કરમાં લાખો રૂપીયાની પેદાશ થાય છે. એ ઉપરથી પણ સમજી શકાય છે કે ભારતવર્ષને જનવર્ગ તમાકુમાં કેટલે મસ્ત થઈ પડયો છે. : અફીણને માટે પણ ઓછા દુઃખની વાત નથી. અફીણ વસ્તુતઃ અહિફેન ( સર્પનું ફેણ ) છે. શબદથી જ તે ઝેરીલી વસ્તુ હોવી સમજવા છતાં તેને આદર કરવો, એ ખરેખર આશ્ચર્યને વિષય છે. અફીણથી ગાત્ર શિથિલ થતું, માંસ સુકાઈ જતું અને સગજ ક્ષીણ થતું પ્રત્યક્ષ અનુભવાય છે. ઘણાઓ મિઠાઈની લાલચથી અફીણમાં ઝંપલાય છે, પરંતુ પાછળથી એઓને એટલો પશ્ચાત્તાપ થાય છે કે એ પિતાની જાતને દુર્ગતિમાં સપડાયેલી સમજે છે. આમ છતાં પણ વ્યસન મજબૂત બંધાઈ ગયા પછી માણસો તે વ્યસનથી છૂટવા સમર્થ થઈ શકતા નથી. અવ્વલ છે તેવા દુર્બસનિઓની સંગતજ કરવી જોઈએ નહિ. જિન્દગીને ખરાબ કરવામાં મુખ્યતયા કેઈને હાથ હેય, તે તે દુર્થસનિઓની સંગતિ જ છે. કેટલાક ગરાસીઆ, રજપૂત જે ફીકા અને બળહીન જોવામાં આવે છે, તેનું કારણ તેઓનું અફીણનું દુર્વ્યસન છે. અફીણની લતથી ઘણુઓ પિતાનું સર્વસ્વ ગુમાવી બેઠેલા જોઈએ છીએ. કેટલાકે શરૂઆતમાં થોડું થોડું અફીણ હશથી ખાવા લાગે છે, અને તે વખતે તેઓને તેનું ભાવિ ખરાબ પરિણામ ખ્યાલમાં આવતું નથી, પરંતુ પાછળથી તેઓની તે વ્યસનના પરિણામે જે દુર્દશા થાય છે, એ અત્યન્ત શેચનીય અને દુઃખપૂર્ણ હોય છે. स्वचरित्रविशदीकाराय गुणग्राहकीभवितव्यमकरोषि दृष्टिं न गुणे परस्य दोषान् ग्रहीतुं तु सदाऽसि सजः ।। युक्तं न ते शूकरवत् पुरीषे परस्य दोषे रमणं विधातुम् ॥ ८५ ॥ . ( 8 ) Wthout appreciating the virtues of others, you ૨૨ 169
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy