SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ - અષ્ણાત્મતવાલાક જાય છે, ત્યારે ખરેખર તેઓ પોતાનું મનુષ્યત્વ ગુમાવી બેસે છે. જેવી રીતે વણિકને ધર્મ નીતિપૂર્વક કલમ ચલાવવાનું છે, અને સાધુઓને ધર્મ જગતને સન્માર્ગ પર લાવવા માટે ઉપદેશ કરવાનો કે શાસ્ત્ર રચવાને છે, તે જ પ્રમાણે ક્ષત્રિય ધર્મ સ્વદેશની રક્ષા કરવા માટે હાથમાં તલવાર રાખવાનું છે. હવે જો વણિકે તેજ પિતાની કલમથી અનીતિનાં કામ કરે, અને સાધુઓ શાસ્ત્રરચના યા ઉપદેશને અધર્મ ફેલાવવાનું સાધન બનાવે, તે ખરેખરી રીતે કહેવું જોઈએ કે તે વણિકે અને તે સાધુએ મહાન પાતકી છે. આ જ પ્રમાણે ક્ષત્રિયો પણ જે પિતાનાં શથી દેશરક્ષા કરવાને પિતાને ધર્મ ભૂલી જઈ પશુ-પક્ષિઓનો સંહાર કરવામાં મચા રહે, તે તેઓ પણ બરાબર પાતકી છે, એમાં લગારે ખેટું નથી. હરિણાથી ખેતીવાડીની ખરાબી થતી માનીને તેઓના ઘાતકી બનવું, એ સમજ વગરનું કામ છે. યાદ રાખવું જોઈએ કે જે વખતે જંગલમાં હરિણુ વગેરે અનેક જાતિનાં પશુઓનાં ટેળેટોળાં વિહરતાં હતાં, તે વખતે શું ખેતીવાડી ખરાબ થઈ જતી હતી ? તે સમયે અનાજ શું પાકતું નહતું ? તે વખતની પ્રજા અન્ન ન પાકવાને લીધે પેટભર ભેજન શું મેળવી શકતી નહતી ? ભારતવર્ષમાં એવા અનેક રાજાઓ થઈ ગયા છે કે જેઓએ પિતાના રાજ્યમાં કોઈ પણ પ્રાણીનો વધ નહિ કરવાને ઍડર બહાર પાડ્યો હતો, ત્યારે શું તેઓના સમયમાં ખેડુત પિતાની ખેતીમાં નિષ્ફળ નિવડતા હતા ? નહિ, કદાપિ નહિ; સર્વત્ર અહિંસાનું સામ્રાજ્ય સ્થાપન કરવામાં આવે, તો એથી, દેશ જે સમૃદ્ધ બને છે, તે જ દદ્ધિ, હિંસાને પ્રચાર થવાથી બને છે. ખેતરમાં મેટું ઘાલનારાં હરિણે અને એવા બીજા પ્રાણીઓનું પણ પુણ્ય હોય છે, એ મગજમાં રાખવા જેવી હકીકત છે. તેઓનું પુણ્ય ભેગું મળવાથી ખેડુતેની ખેતી વિશેષ ફળે છે. ખેતરમાં તેઓનાં મેઢાં પડવાથી ખેતરે ઉજડ થઈ જાય, એ ભયથી તેઓને હણી નાંખવાં, એ અમાનુષીય અને બુદ્ધિરહિત કર્મ છે. નિશાનબાજ થવા માટે શિકાર કરવાની જરૂર સમજાતી હેય તે શિકાર કર્યા વગર અર્થાત જીવવધ કર્યા વગર પણ નિશાનબાજ થઈ શકાય છે. કેઈ પણ નિર્જીવ વસ્તુને કોઈ સ્થાન પર સ્થાપિત કરીને તેનું 168
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy