SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્કાલીક કરાવવામાં આવ્યું છે. શરીરની નિર્ગુણતા સમજ્યાથી તેના ઉપરથી લેકેને મેહ ઉતરે અને તેથી પાપકર્મો કરતાં અટકી જઇને તેઓ પુણ્યકાર્યોમાં પ્રવૃત્તિ કરે, એજ રહસ્ય આ શ્લેકેથી સહદાએ ખેંચવાનું છે. “શરીર સર્વથા નકામું છે, એમ સમજીને તેને છરીથી કે તલવારથી કાપી નાંખવું” એ મૂર્ખતાભરેલે અર્થ કોઈએ સ્વપ્નમાં પણ સમજવાને નથી. શરીરને ગમે તેવી ફરતાથી કાપી નાંખવામાં આવે, તે પણ યાદ રહે કે એથી કરીને શરીરને સમ્બન્ધ છૂટી શકવાને નથી. એક શરીરને સમ્બન્ધ છૂટશે કે તરતજ બીજું શરીર જોડાશે. આવી રીતે અનન્ત શરીરને હાર આપણા ઉપર લટકતે આવ્યો છે. એ હારડે જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી રેગ, શેક, સત્તાપ મટવાના નથી, એ ઉપર જોઈ આવ્યા છીએ. આથી એ સ્પષ્ટ જણાઈ આવે છે કે યથાર્થ સુખ, શરીરના અભાવમાં-આત્માની અશરીરી દશામાં જ રહેલું છે; અને એજ દશાનું નામ મોક્ષ છે. આ દશાને મેળવવા માટે જ શરીર ઉપરની ઘેલછા ઉતારીને શરીરને પોપકાર, ઈશ્વરપાસના, સત્ય, દયા વગેરે કલ્યાણકારી કાર્યોમાં ઉદ્યત કરવું જોઈએ. આવા પુણ્યકાર્યોમાં જેઓ પોતાના શરીરને ભેગ આપે છે, તેઓ, એ અસાર શરીરમાંથી પણ એવો સરસ સાર ખેંચે છે કે જેનાથી વેગને ઉંચે માર્ગ મેળવી શકાય છે અને છેવટે સર્વ અવિદ્યાથી છૂટીને પરમાત્મા થવાય છે. પુરૂષેનું શરીર સત્યરૂષને મુક્તિના બારણા આગળ મૂકીને પછી ચાલ્યું જાય છે, ત્યાર પછી આત્મા એકલે મુક્તિની અંદર પ્રવેશ કરે છે. આ ઉપરથી શરીર ઉચાં કાર્યો કરવા માટે કેટલું મહત્ત્વનું સિદ્ધ થાય છે, એ ખુલ્લું જણાઈ આવે છે. આજ માટે કહી શકાય છે કે ઘણાયન” અર્થાત “ધર્મનું પ્રથમ સાધન શરીર છે ” પરંતુ તે જ શરીરને જે ઉલટે માર્ગે દેરવામાં આવે, તે તેને માટે આ પણ ઉગાર નિકળી શકે છે કે – રામા હજું પાપણામ” અર્થાત “શરીર પાપનું પ્રથમ સાધન છે. ટૂંકમાં શરીરથી પુણ્ય અને પાપ, ધર્મ અને અધર્મ, સંસાર અને મોક્ષ એ બધું સધાય છે. 150
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy