SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અખાત્મતલાલે વર્ષની પાયમાલી કરવામાં કઈ બાકી રાખી નથી. સમ્પ્રદાય વધતા ગયા, દુરાગ્રહની જાળ ફેલાતી ગઈ, દ્વેષદાવાનલ ભભકતે ગયે, કાટાકાટીનું તેફાન ચાલવા માંડયું, અને એથી સમાજોની એવી છિન્ન-ભિન્નતા થતી ગઈ કે જેના પરિણામે અત્યારે ભારતવર્ષ શોચનીય સ્થિતિ પર આવી ગયા છે. જે ધર્મ સંસારમાં શાંતિ ફેલાવનારે છે, જે ધર્મ જુદા જુદા સમાજને સાંધનારે છે અને જે ધર્મ સંસારના તમામ મનુષ્યને ઐક્યમાં જોડનારે છે તેજ ધર્મને નામે ઝગડાઓ થાય, લાઠીયા ઉડે અને એક બીજા પાઈ મરે, એ કેવી વાત ? જે ધર્મ પરસ્પર મિત્ર થઈને રહેવાને ઉપદેશ આપે છે અને જે ધર્મ પરોપકાર અને અહિંસા પાળવાનું ફરમાવે છે, એજ ધર્મને હથિયાર બનાવી પરસ્પર લડી મરવું, લાખોકરેડે રૂપીયા બરબાદ કરવા અને તન-મનને ઠેઘદાવાનલમાં હેમી દેવું, એ કેવું ડહાપણુ. ત્યારે શું મનુષ્ય જીવનની સાર્થકતા ધર્મયુદ્ધ કરવામાં સમાયેલી છે ? મનુષ્યજન્મની સફલતા એક બીજા સમાજની નિન્દા કરવામાં રહેલી છે ? માનવ દેહની ચરિતાર્થતા એક બીજા ધર્મવાળાઓને હલકા પાડવામાં મનાયેલી છે ? નહિ, નહિ, આવી રીતની ધર્મને નામે થતા ઉન્મત્ત ભાવના કોઈ પણ દેશને માટે ઈચ્છવા જોગ નથી. ઉન્મત્ત ભાવનાને બદલે સહદયતાને સ્થાન આપવું જોઈએ. દુનિયામાં ભલે સેંકડો સંપ્રદાય વા લાખે-કરડે ફિરકાઓ ચાલ્યા કરે, એથી સહૃદય મનુષ્યને કયાંઈ પણ સંકુચિત થવાને પ્રસંગ આવતું નથી. દરેક તત્વ કે દરેક ધર્મશાસ્ત્રનું નિરીક્ષણ કરવું; એજ બુદ્ધિમાનનો ધર્મ છે. મધ્યસ્થ દૃષ્ટિએ અને જીજ્ઞાસુ બુદ્ધિએ કઈ પણ પુસ્તક વાંચવામાં સહદયને ફાયદેજ રહેલે છે. યાદ રાખવું જોઈએ કે સર્વના સર્વ વિષયમાં સમાન વિચારે. કદાપિ થયા નથી અને થતા નથી. એ ઉપરથી કહેવાની મતલબ એ કે મતભેદની જગ્યાએ પણ શાંતિપૂર્વક–પ્રેમપૂર્વક વિચાર કરે અને બુદ્ધિની આપ-લે કરવી, એજ સહૃદયતાનું લક્ષણ છે. પિતાને સિદ્ધાન્ત સહુએ માનવજ જોઈએ એવી રજીસ્ટરી કાઈ કરી લાવ્યા નથી. દરેક મનુષ્ય કે દરેક સમાજ પિતાના વિચાર-સિદ્ધાંત રજુ કરવાને હકદાર છે, પણ તે વિચારે કે સિદ્ધાન્તને નહિ માનવાવાળાઓ ઉપર વૈમનસ્ય
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy