SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. 3 * . છે ? ' · અનાદિ હોય, તા તેનેા ઉચ્છેદ કેવી રીતે થઇ શકે ? સ્વરૂપ કેવા પ્રકારનું છે ? ' ‘ કર્મના ભેદાનુભેદો કેવી રીતે છે ? અધ, ઉદય અને સત્તા કેવી રીતે નિયમબદ્ધ છે ? આ બધી બાબતે અધ્યાત્મના બગીચામાં વિહરવાના અભિલાષીએએ જાણવાની છે. આ સિવાય, અધ્યાત્મના વિષયમાં સંસારની અસારતાનું અવલાકન કરવાની બહુ જરૂરીઆત રહે છે. જુદી જુદી ભાવના દ્વારા મેહ–મમતા ઉપર દબાણ કરવા તરફજ અધ્યાત્મ વિદ્યાનું લક્ષ્ય છે. કર્મનું કતા દુરાગ્રહના ત્યાગ, તત્ત્વશ્રવણની ઉત્કંઠા, સતાનેા સમાગમ, સાધુ પુછ્યાની પ્રતિપત્તિ, તત્ત્વશ્રવણ, મનન, નિદિધ્યાસન, મિથ્યાદૃષ્ટિને વિનાશ, સમ્યગ્દષ્ટિના પ્રકાશ, ક્રોધ, માન, માયા, અને લાભ એ ચાર કષાયાને સંહાર, ઇન્દ્રિયાને સંયમ, મમતાને પરિત્યાગ, સમતાનેા પ્રાદુર્ભાવ, મનેાવૃત્તિઓને નિગ્રહ, ચિત્તની નિશ્ચલતા, ધ્યાનના પ્રવાહ, સમાધિને આવિર્ભાવ, મહાદિ કર્મોના ક્ષય અને છેવટે કેવલજ્ઞાનનો ઉદય તથા મેાક્ષની પ્રાપ્તિ, એ રીતે અધ્યાત્મની પ્રગતિના ક્રમ અધ્યાત્મશાસ્ત્રામાં વર્ણવેલા છે. એ વાત જાણીતી થઇ ગઇ છે કેઅનન્તજ્ઞાનસ્વરૂપ આત્મા કના સસને લીધે શરીરરૂપ અધારી કાટડીમાં સપડાયલા છે. તથા કર્મના સસનું મૂળ અજ્ઞાનતા છે, અને કર્મના સંસર્ગ આત્માને અનાદિ છે, એમ પૂર્વે જોઇ ગયા છીએ. વળી એ પણ જણાઈ ગયું છે કે આત્માનાં સુખ-દુઃખ વગેરે પરિણામેા કર્મનાં આવરણા ઉપર અવલંબિત છે. આ માટે એ સમજી રાખવું જોઇએ કે કર્મના સંયોગને પ્રવાહ અનાદિ છતાં તેના સમૂલ ક્ષય કરવા, એજ પરમ પુરૂષાર્થ છે. જ્યાં સુધી આત્મા મૂદૃષ્ટિવાળા રહે છે, ત્યાં સુધી તે ‘ બહિરાત્મા ’ કહેવાય છે, જ્યારે આત્માને તત્ત્વષ્ટિના વિકાસ ગ્રાય છે, ત્યારે તે ‘ અન્તરાત્મા ’કહેવાય છે, અને જ્યારે આત્મા ઉપરથી સ`. આવરણા નિકળી જાય છે અને તે સમ્પૂર્ણજ્ઞાનવાળા બને છે, ત્યારે તે ‘પરમાત્મા થયા કહેવાય છે. ખીજી રીતે, શરીર એ · અહિરાત્મા ' શરીરમાં રહેલા ચૈતન્યસ્વરૂપ જીવ એ ‘ અન્તરાત્મા • અને એજ જીવ વિદ્યાથી મુક્તપમશુદ્ધ-સચ્ચિદાનન્દરૂપ અનેલા ‘ પરમાત્મા ' કહેવાય છે, . * ૧૧ 81
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy