SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ - અધ્યાત્મતત્ત્વાલકો મેળવી શક્ય, એનું કારણ શું ?, સદ્ભાવના સિવાય બીજું કશું નહિ. પિતાના અલંકારો તથા વસ્ત્રો ઉતારી નાંખવાથી જ્યારે શરીરનું વૈરૂણ્ય તેના દેખવામાં–સમજવામાં આવ્યું, ત્યારે તેના મનમંદિરમાં વૈરાગ્યનું સંક્રમણ થયું અને તત્ત્વવિચારેની શ્રેણિમાં તે આરૂઢ થયે; તેની ભાવનાશ્રેણી જ્યારે પરાકાષ્ઠા ઉપર પહોંચી કે તરત તેનાં કર્મનાં આવરણો ખસ્યાં અને તેને કેવલજ્ઞાન પ્રકટ થયું. જુઓ “માના મવારિાની ખરી કે નહિ ? ઈન્દ્રરૂપી ઉન્મત્ત ઘડાઓને કાબૂમાં રાખવા માટે ભાવનારૂપ લગામને પકડી રાખવાની જરૂર છે. મનરૂપી વાંદરાને ભટકતો અટકાવવા માટે ભાવનારૂપ લેહની સાંકળ સાથે તેને બાંધવાની આવશ્યકતા છે. કષાયરૂપ દાવાનળને ઠંડે પાડવા માટે ભાવનારૂપ મેઘને મુસલધારાથી વરસાવવાની જરૂરીયાત છે. ધર્મનું મૂલ, વૈરાગ્યને પાયે, શાંતિને બગીચે, અને આનન્દને મહેલ કાઈ હોય, તે તે ભાવના છે. હાથમાં માળા ફેરવાતી હેય, પણ મન ઢેડવાડે ફરતું હોય, તો તેથી શું ફાયદો? શેઠ સામાયિકમાં બેઠા અને પેટીની કુંચિઓ તેમના ડગલામાં રહી ગઈ, એટલામાં તેમને કરે “બાપા” “બાપા” કરતો આવ્યો અને શેઠની પાસે કુંચિઓ માંગી. શેઠે આંગળીની ચેષ્ટાથી ડગલામાંથી કુચિઓ લેવાનું તેને જણાવ્યું, પરન્તુ તે ઇશારાથી છોકરે સમજી શક્યો નહિ; ફરીને બે ત્રણ વાર તેવા ઇશારાથી છેકરાને સમજાવવામાં આવ્યો, પણ છોકરે જ્યારે ન સમજી શક્યો, ત્યારે શેઠ બોલ્યા કે –“અરે ! હું સામાયિકમાં છું, મારાથી બેલાય નહિ પણ કુંચિઓ આ ડગલામાં છે” કહે ! કેવી દઢ ભાવના ! કેવી ધર્મમાં સ્થિરતા ! કોઈ પણ કાર્યમાં ફતેહમંદ થવાને માટે મનને દઢ બનાવવાની, બીજા શબ્દમાં ભાવનાને મજબૂત કરવાની ઘણી જરૂર છે. ભાવનાઓના બલથી અશક્યમાં અશક્ય જણાતાં કાર્યો પણ શક્ય થઈ જાય છે, “વાર્થ સાધવામાં વારં વાતfમ વા” “કાં તો કામ સાધીને ઉઠું છું, કાં તો શરીરનો ત્યાગ કરું છું ” આવી દઢ ભાવના યા નિશ્ચલતા ધારણ કરવામાં આવે, તો કયું કામ અસાધ્ય રહી શકે ? હજારે વિનો અફળાતાં છતાં પણ ભાવનાની દઢતાને આંચ ન લાગે અને વિનોના પહાડ ભેદીને આગળ વધવામાં આવે, તો દુનિયાનાં સર્વોત્કૃષ્ટ કાર્યોમાં સિદ્ધહસ્ત થવાય,
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy