SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક. હજી પણ દેશદેશમાં ફરકી રહી છે, તેઓ એક વખતે ખરેખર આપણું જેવાજ હતા, છતાં સમસ્ત દુનિયામાં આવા પૂજ્ય તરીકે મનાયા, તે . પુરૂષાર્થ સિવાય બીજા કોઈને પ્રભાવ હોઈ શકે ખરે? ઉપરની હકીકતથી પુરૂષાર્થ કેટલું મહત્વનું છે ? કેટલે અગત્યને - છે ? તે દરેકે સમજવાની જરૂર છે. કોઈએ સુસ્ત થવું ન જોઈએ. ઉદ્યમની પ્રબલતાથી ભાગ્ય ઉપર પણ આક્રમણ કરી શકાય છે. પુરૂષાર્થરૂપ શસ્ત્રથી કર્મનાં આવરણે પણ ભેદી શકાય છે. પુરૂવાથી મનુષ્ય ભાગ્યનું અવલોકન કર્યા વગરજ ઉદ્યમમાં આગળ વધે છે. મનની દૃઢતા, એ . મનને પુરૂષાર્થ અને શરીરનું શૈર્ય અથવા સહિષ્ણુતા, એ શરીરને પુરૂષાર્થ છે. એ બંને પુરૂષાર્થોને અમલ કરનારા કેટલે વિજય મેળવે છે, એને માટે હેમચન્દ્રાચાય, હીરવિજયસૂરિ, શંકરાચાર્ય વગેરેનાં જવલંત ઉદાહરણે મજબૂત સાક્ષી છે. આપણે પુરૂષાર્થની આવશ્યકતા જોઈ. પરંતુ તે પુરૂષાર્થ અસ્થાન ઉપર કરવામાં આવે, તે તેનું પરિણામ સારું આવતું નથી. કસાઇ, શિકારી વગેરે પણ પશુવધ કરવામાં પુરૂષાર્થ ફેરવે છે, પણ તે પુરૂપાર્થ શા કામનો ? તેવા પાપમય પુરૂષાર્થથી આત્માની પૂરી અધોગતિ થાય છે. સમાજના હિતમાટે–સમગ્ર જગતના કલ્યાણાર્થે તથા પોતાના જીવનને ઉન્નત બનાવવા વાસ્તે ઉદ્યમ કરવાની જરૂરીયાત છે. તેજ પુરૂષાર્થ કરવાનાં ક્ષેત્રે છે. બાકી તે ઘરનો કે કુટુંબને આગેવાન મનુષ્ય પણ પિતાના ઘરને પાળવા કે કુટુંબને પોષવા પુરૂષાર્થ કરે છે, લક્ષ્મીને લેભી, લક્ષાધિપતિ કે કોટીશ્વર થવા મથે છે, એવા સ્વાર્થ પૂર્ણ પુરૂષાર્થો કરવામાં કંઈ મહત્તા નથી. પિતાનું પેટ ભરવામાં તે દરેક ઉદ્યમશીલ હોય છે. પરંતુ એમાં પરમાર્થદષ્ટિએ શું વન્યું ? ઉંચી દષ્ટિ કરી વિચાર કરનારાઓ સારી પેઠે સમજે છે કે ખરે પુરૂષાર્થ એ જ કહી શકાય કે જે પુરૂષાર્થથી જગતનું કલ્યાણું થવાની સાથે પિતાને આત્મા ઉન્નત બને. આ પવિત્ર પુરૂષાર્થ કરવાથી એવાં પવિત્ર પુણ્ય સંચિત થાય છે કે જેને પરિણામે સુખ-સમૃદ્ધિ મળવાની સાથે આત્મોન્નતિની સામગ્રી તરીકે સબુદ્ધિ, વિચારશક્તિ, મહત્સાહ, દઢતા, ઉદારતા, સતુષ્ટતા વગેરે ઉંચા ગુણોને ખજાને પ્રાપ્ત થાય છે, અને એવાં સાધને મળેથી આભેન્નતિનાં ક્ષેત્રમાં વધુ આગળ વધી 28
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy