SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વાલક, કહેવાયજ કયાંથી? સુલભ નહિ, દુર્લભ નહિ, પરંતુ અતિદુર્લભ કહીએ, તે તે મારી દૃષ્ટિ પ્રમાણે અત્યુકિત નથી. આજકાલ જોઈએ છીએ કે “મત મતાન્તરે વધતા જાય છે, સમ્મદામાં પાર્ટિઓ પડતી જાય છે, સમાજોમાં પરસ્પર વૈમનસ્ય વધતું જાય છે, ભિન્ન ભિન્ન ધર્મવાળા વર્ગોમાં ‘ષાનલ પ્રજવલિત થતું જાય છે, પિતાની મહત્તા કે પિતાનું ગૈારવ જાળવવા માટે બીજાઓને હલકા પાડવાની બુદ્ધિએ લાખો રૂપિયા બરબાદ કરવામાં આવે છે.” આવી વર્તમાન પરિસ્થિતિ જોતાં કેટલાક દુર્બળહૃદયવાળાઓની ધર્મ ઉપરથી શ્રદ્ધા ઉઠતી જાય છે અને તેઓ આત્મોન્નતિના માર્ગથી બહિષ્કત થાય છે. સંન્યાસિઓ, સાધુઓ કે મહાત્માઓના આપસમાં થતા ઝઘડાઓ પણ ભોળા લોકોને ધર્મભ્રષ્ટ થવામાં કારણ બને છે. એકન્દર ષ, દુરાગ્રહ, મમતા, યશોભિલાષ, ક્રોધ અને દંભનાં વાતાવરણને બહુ પ્રચાર થયેલ હોવાથી ઘણું અવિચારકેના હૃદયમાંથી ધર્મભાવના ઉડી જાય છે. આ ઉપરથી પ્રસ્તુત શ્લોકમાં કહ્યા પ્રમાણે આત્મન્નિતિના માર્ગની દુર્લભતા સમજી શકાય છે, પરંતુ જે વિચારક છે, તેને માટે કંઈ દુર્લભ નથી. સૂક્ષ્મદષ્ટિથી અવલોકન કરનાર અને વસ્તુતત્વને સમજી શકનાર મનુષ્યો ગમે તેવા સંજોગોમાં પણ પિતાનું કર્તવ્ય ચૂકતા નથી. દુનિયામાં ગમે તેટલા બખેડાઓ ઉભા થાય, ગમે તેવી મેહની જાળ પથરાય અને ગમે તેવાં રાગ-દ્વેષનાં વાતાવરણે ફેલાય, પરંતુ એથી સમજુ માણસોને આત્મોન્નતિના રસ્તે ચાલવામાં અટકાયત આવેજ શાની ? સત્ય વસ્તુ હમેશાં નિશ્ચલ છે, ત્રણે કાળમાં અબાધ્ય છે. તે સત્યનું જેઓને ભાન થયું છે, તેઓ, સત્યના વિધિઓના હુમલાઓની વચ્ચે થઈને પણ અસ્મલિત ચાલ્યા જાય છે. જેઓના હૃદયમાં સત્ય તત્ત્વને પૂરેપૂરે વિશ્વાસ જામી ગયું છે, તેઓને સત્યથી પતિત કરવા માટે જગતના કુતૂહલો, દુનિયાના નાટયરગે કે વિજ્ઞાનની કલાઓ સમર્થ થઈ શકતી નથી, અરે! ઇન્દ્રની ઈન્દ્રજાળ પણ તેવા સત્યાગ્રહિઓ આગળ ફેગટ જાય છે. આ માટે દરેક મનુષ્ય એ સમજી રાખવાનું છે કે આત્મોન્નતિના રસ્તે નહિ આવી શકવાને દેશ, કાળ ઉપર કે દેશ-ક્ષેત્ર ઉપર મૂકવે ન જોઈએ. પિતાનું તપાસવું જોઈએ કે- મારા મનની દઢતા ક્યાં સુધી છે?”
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy