SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ S જ નિમંત્રણા સામાચારી થાય ત્યારે સૂક્ષ્મજીવમાંથી બહાર નીકળી બાદરપણાની પ્રાપ્તિ થાય. એ પછી પાછો પુષ્કળ પુણ્યોદય થાય ત્યારે આ આ ક્રમશઃ ત્રસપણ, પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય. એ પછી માંડ માંડ માનવભવ મળે. આવા માનવભવને પામીને છે આ એકદમ અપ્રમત્ત બનવું જોઈએ.” એમ ત્રણ દિવસના ભુખ્યા માણસને સતત ભોજનની ઈચ્છા થયા કરે. એમ 8 સંયમીને સતત મોક્ષની, જ્ઞાનાદિની તમન્ના હોય. શિષ્ય : મીઠાઈ ખાધા પછી ફરસાણની ઈચ્છા થાય એ તો હજી સમજ્યા. પણ એક જ મીઠાઈ પુરતી ખાઈ જ લીધા પછી પાછી એ જ મીઠાઈ ખાવાની ઈચ્છા ન થાય. એમાં તો તૃપ્તિ જ અનુભવાય. એમ સ્વાધ્યાય કરીને 8 પછી વૈયાવચ્ચ કરવાની, ભક્તિ કરવાની ઈચ્છા થાય એ તો હજી ય બરાબર. પરંતુ જેણે હમણાં જ ગુરુનો B કાપ કાઢવા વગેરે રૂપ વૈયાવચ્ચ કરી હોય એને પાછી વૈયાવચ્ચમાં ઈચ્છા શી રીતે થાય ? 8 ગુરુઃ કેમ ? એક મીઠાઈ ઘણી ખાધા પછી પણ બીજી સારી-ભાવતી મીઠાઈ મળે તો લોકો ખાય તો છે કે છે જ. એમ વૈયાવચ્ચ કર્યા છતાં બીજી વૈયાવચ્ચ મળે તો સંયમી પોતાની શક્તિ હોય તો અવશ્ય વૈયાવચ્ચ કરે છું 55555555 RZGGEઉંઉંઉંઉંઉંઉંઉંઉંઉંffffffffdfcGGGGGGGGGGGGGGGGGGGGGG6666666666666666666666666666666666 - લલિત વિસ્તારમાં “નમોલ્વ ઇ રિહંતાઈi” એ શબ્દનો અર્થ કર્યો છે કે મને અરિહંત ભગવંતોનો 8 નમસ્કાર પ્રાપ્ત થાઓ.” અહીં ભક્ત ભગવાન પાસે ભાવ નમસ્કારની પ્રાપ્તિની માંગણીયાચના કરે છે. છે ત્યાં એક જણે પ્રશ્ન કર્યો છે કે પહેલા ગુણસ્થાને રહેલા મિથ્યાત્વીઓ ભાવનમસ્કાર વિનાના હોવાથી છે છે તેઓ ભગવાન પાસે આ માગણી કરે એ તો હજી બરાબર. પણ જે સુસંયમીઓ છે, ભાવનમસ્કારને પામી જ ચૂક્યા છે. તેઓ પછી આવી પ્રાર્થના કરે એ તો મૃષાવાદ જ ગણાય ને ? જે વસ્તુ મળી જ ગઈ છે, એની છે માંગણી શી રીતે કરી શકાય ? ત્યાં ગ્રંથકારે ઉત્તર આપ્યો છે કે “એ સંયમીઓને જે ભાવનમસ્કાર મળી ચૂક્યો છે એના કરતા ઘણી ઊંચી # કોટિના ભાવ નમસ્કાર પ્રાપ્ત કરવાના તો હજી બાકી જ છે ને ? તો એ ભાવનમસ્કારોની પ્રાર્થના કરવામાં 8 શું વાંધો ?” આ જ વાત અહીં લાગુ પડે છે. સંયમી ભલે અમુક વૈયાવચ્ચને પામી ચૂક્યો છે, સાધી ચૂક્યો છે. પરંતુ B 8 હજી વધુ સારી, વધુ સુંદર વૈયાવચ્ચની ઈચ્છા એને થાય જ. અને એ માટે એ વારંવાર પ્રવૃત્તિ કરવા તલસે છે છે એમાં કોઈ જ શંકા નથી. & શિષ્ય: શું આચાર્ય વગેરે પણ આ રીતે છ કલાક સખત પરિશ્રમ કર્યા બાદ પણ, સંયમીઓની વૈયાવચ્ચ 8 છે કરવામાં ઉત્સાહી બને ? ખરેખર આચાર્યની આ વિશિષ્ટતા કહેવાય ? : ના, શિષ્ય ! આવી ભ્રમણામાં ન પડીશ. અમે ઉપર જે વાત કરી કે “સખત સ્વાધ્યાય કરનારા, મેં વૈયાવચ્ચાદિ કરનારા પણ આ રીતે સંયમીઓની ભક્તિમાં તત્પર બને.” એ બધું સામાન્યસાધુઓની અપેક્ષાએ 8 સમજવું. બાકી તો જે વ્યક્તિ જે યોગમાં હોંશિયાર હોય એણે એમાં પ્રવૃત્તિ કરવાની. 8 આચાર્યનું=ગુરુનું મુખ્ય કામ ભણવા-ભણાવવાનું છે. એ સતત શાસ્ત્રીય પદાર્થોનું ચિંતનાદિ કર્યા કરે. અને ૨ સંયમીઓને બરાબર ભણાવે. શાસનના કામો કરે. વૈયાવચ્ચ કરવી એ આચાર્યનું કામ નથી. એટલે એમણે કે જ એ માટે ઉત્સાહી બનવાનું જ નથી. એમ જે વૈયાવચ્ચી હોય, ક્ષયોપશમાદિ ઓછા હોવાથી સાધુઓની ભક્તિ વગેરેને જ મુખ્યતયા કરતો હોય. છે એ એવી ઈચ્છા કરે કે, “હું પણ હવે રોજ ૧૦-૧૨ કલાક ભણું, બીજા સાધુઓને ભણાવું” તો આ ઈચ્છા એના R માટે ઉચિત નથી. સંચમ રંગ લાગ્યો - નિમંત્રણા સામાચારી ૨૪૦ KrigiE gitagggggggggggggggggggggggggggggggggggggggggggggggggle
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy