SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઉકલરફાર કરવાહessessages નિમંત્રણા સામાચારી | (૯) નિમંત્રણા સામાચારી ગોચરી વહોરવા જતી વખતે સંયમી પહેલા ગુરુની રજા લે અને પછી ગુરુ રજા આપે એટલે ઉચિત ક્રમ માણે ગ્લાન, બાલાદિને પૂછે કે “બોલો ! હું ગોચરી લેવા જાઉં છું. તમારા માટે શું લાવું ? કેટલું લાવું ?” છે - ભક્તિભાવપૂર્વક બોલાતા આવા શબ્દો એ નિમંત્રણા સામાચારી કહેવાય. શું નિમંત્રણા અને છંદનામાં માત્ર એટલો જ ફર્ક છે કે ગોચરી વહોરી લાવ્યા બાદ એ વસ્તુની સાધુઓને જ 8 વિનંતિ કરવી એ છંદના ગણાય અને ગોચરી વહોરવા જતી વખતે સાધુઓને “શું લાવું?” ઇત્યાદિ પૃચ્છા કે જ કરવી એ નિમંત્રણા કહેવાય. બાકી છંદના અને નિમંત્રણા વચ્ચે કોઈ જ ભેદ નથી. સંયમી સવારે એક પ્રહર =૨/૩ કલાક સૂત્રપોરિસી કરે, એ પછી ત્રણ કલાક અર્થપોરસી કરે. આમ સખત B છે સ્વાધ્યાય-ધ્યાન-વૈયાવચ્ચાદિ કર્યા બાદ જ્યારે બપોરે ગોચરી વહોરવા જવાનો સમય થાય ત્યારે “હું ગોચરી 8 B વહોરવા જાઉં?” એમ ગુરુને પૂછે. ગુરુ રજા આપે પછી ગુરુને જ નિમંત્રણા કરે કે “આપના માટે શું લાવું? છે હું મને લાભ આપો ને?” એ પછી બીજા સાધુઓને નિમંત્રણા કરવાની અનુમતિ લઈ ગ્લાન, બાલ વગેરે જેઓ છે 8 ગોચરી ન જતા હોય, સામાન્યથી તેઓને પૂછે “શું લાવું? મુનિવર ! મને લાભ આપો. તમારી ભક્તિનો છે 8 લાભ મને ક્યારે મળે?” અને પછી એમના કહ્યા પ્રમાણે વસ્તુઓ લાવી આપે. છે (વર્તમાનકાળમાં તો ગ્રુપનો એક સાધુ આખા ગ્રુપની ગોચરી નોંધતો હોય છે. તો એણે બધા સંયમીઓને છે આ ખૂબ ભક્તિભાવથી “શું શું લાવું?” ઈત્યાદિ પૂછવું જોઈએ. ઉપરાંત ક્યારેક સંયમીઓ ગોચરી જનારાઓને છે આ જ સીધું કહેતા હોય છે કે “મારા માટે સુંઠ, મરી, ગોળ, ઘી ઈત્યાદિ લાવશો?”એ વખતે ગોચરી જનારાઓએ છે સદ્દભાવ સાથે એમની વાત સ્વીકારી, વસ્તુ લાવી આપવી જોઈએ. પણ એમનો તિરસ્કારાદિ ન કરવા જોઈએ. છે મારી પાસે તમારી વસ્તુ લાવવા માટેનું સાધન નથી અથવા તમે આ બધું વ્યવસ્થાપકને કહો, આ કંઈ મારી છે હું જવાબદારી નથી. વ્યવસ્થાપક કહેશે તો લાવીશ.” આવા શબ્દો સુસંયમીના મુખે શોભતા નથી. પોતાને વસ્તુ 8 લાવવામાં ખરેખર મુશ્કેલી પડતી હોય તો પણ આદરથી, મધુર શબ્દોથી “ના” પણ પાડી શકાય. સમજાવી છે શકાય. પણ લાવવાની અનુકૂળતા થઈ શકે એમ હોવા છતાં એ સંયમી પ્રત્યેના સદ્ભાવનો અભાવ હોવાથી છે છે ઉપેક્ષા કરવી એ તો ઉચિત નથી જ. ઘણીવાર એવું જોવા મળે છે કે એક સંયમીને બીજો મિત્ર સંયમી કે વિશિષ્ટ સાધુ જે વસ્તુ લાવવાનું કહે છે તે વસ્તુ માટે એ સયંમી ખૂબ ઉમળકાભેર “હા' પાડે. અને એવી પરિસ્થિતિમાં કોઈક સામાન્યસંયમી એ જ છે વસ્તુ લાવવાનું કહે તો મોઢું મચકોડીને ના પાડી દે. આમાં સ્પષ્ટ દેખાય છે કે “સાધુતાનો રાગ નથી. વ્યક્તિનો છે | રાગ છે.” સંયમી નાનો છે, ગાઢ મિત્ર નથી એટલે એણે મંગાવેલી વસ્તુ ઉપર વિશેષ લક્ષ્ય ન આપવું અને છે 8 ગાઢમિત્રની મંગાવેલી વસ્તુ ગમે તે રીતે શોધી લાવવી એ બધું તો શાસનરાગ, સંયમરાગનું દેવાળું કહેવાય. ૬ છે શિષ્યઃ જે સંયમી સતત સ્વાધ્યાય કરતો હોય, ગુર્નાદિનો કાપ કાઢી આપવા વગેરે રૂપ પ્રવૃત્તિ પણ કરતો જ હોય. આવો ખૂબ પરિશ્રમ કરી ચૂકેલ જે સાધુ છે, એણે પછી બીજાઓની ભક્તિ કરવા માટે નિમંત્રણા કરવી છે કંઈ જરૂરી નથી લાગતી. વળી આટલા બધા સુંદર યોગો સેવી લીધા બાદ આમ પણ હવે એ કૃતકૃત્ય થઈ જાય. 8 છી એને આ નિમંત્રણાદિ કરવાની ઈચ્છા શી રીતે થાય ? આ તો જે અભણ, પ્રમાદીઓ હોય. વિશેષ કોઈ છે સંયમયોગો ન સેવતા હોય તેઓ આ નિમંત્રણાદિ કરે એ બરોબર. સ્વાધ્યાયી વગેરે તો એનાથી જ સંતુષ્ટ બની 8 ગયેલા હોય. એટલે તેઓ આ નિમંત્રણાદિ કરવામાં ઉત્સાહી બને એ અમને તો શક્ય નથી લાગતું. ગુરુ : આ વાત તારે વિસ્તારથી સમજવી હોય તો થોડીક ધીરજ રાખવી પડશે. CEEEEEEEE FEEEEEEEEEEEEEEEEEE EEEEEEEEEEEEEEEEEEEE સંચમ રંગ લાગ્યો - નિમંત્રણા સામાચારી - ૨૪૪
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy