SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ जानाति मत्कृतस्य हि विद्वान् ग्रन्थस्य कमपि रसमस्य । नलिनीवनमकरन्दास्वादं वेद भ्रमर एव ॥ १४ ॥ મેં કરેલા ગ્રન્થના કોઈક અપૂર્વ રસને વિદ્વાન જ જાણી શકે છે. નલિનીવનના મકરન્દનો આસ્વાદ ભ્રમર જ માણી શકે છે. ઊંટ નહિ. ॥૧૪॥ दुर्जनवचनशतैरपि चेतोऽस्माकं न तापमावहति । तन्नूनमियत्कियदपि सरस्वतीसेवनस्य फलम् ॥१५ ॥ દુર્જનના સેંકડો વચનોથી પણ અમારું ચિત્ત જે સંતાપ પામતું નથી તે ખરેખર સરસ્વતીની અત્યાર સુધી કરેલી ઉપાસનાનું કંઈક ફળ છે. ૧૫/ ग्रन्थेभ्यः सुकरो ग्रन्थो मूढा इत्यवजानते । न जानते तु रचनां धूका इव रविश्रियम् ॥१६॥ ‘જુદા જુદા ગ્રન્થોમાંથી થોડું થોડું લઈને નવો ગ્રન્થ રચી દેવો સુકર છે' એવું વિચારીને મૂઢજીવો આની અવજ્ઞા કરે છે. ખરેખર ! ઘુવડો જેમ સૂર્યની શોભાને જાણી શકતા નથી, તેમ તેઓ ગ્રન્થરચનાને જાણી શકતા નથી. ॥૧૬॥ दुर्जनगीय भयतो रसिका न ग्रन्थकरणमुज्झन्ति । यूकापरिभवभयतस्त्यजन्ति के नाम परिधानम् ? ॥१७॥ દુર્જનો નિંદાવચનો બોલશે એવા ભયથી રસિકપુરુષો કંઈ ગ્રન્થ રચનાને પડતી મૂકતા નથી. ‘જૂ થઈ જશે' એવા ભયના કારણે વસ્ત્ર પહેરવાનું કોણ છોડી દે છે ? ॥૧૭॥ उपेक्ष्य दुर्जनभयं कृताद् ग्रन्थादतो मम । बोधिपीयूषवृष्टिमें भवताद् भवतापहृत् ॥१८॥ તેથી દુર્જનના ભયની ઉપેક્ષા કરીને કરાયેલા આ મારા ગ્રન્થથી મારા સંસારના તાપને હરનાર બોધિરૂપ પીયૂષની વૃષ્ટિ થાઓ. ।।૧૮। ॥ इति न्यायविशारदविरचितं सामाचारीप्रकरणं संपूर्णम् ॥ ॥ આમ ન્યાય વિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજે રચેલું સામાચારીપ્રકરણ પૂર્ણ થયું. ॥ शिवमस्तु सर्वजगतः સંપૂર્ણ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૬૩
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy