SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી-પ્રસ્તાવના નથી. પરંતુ પ્રતિજ્ઞા લઈ એના પાલનમાં યત્ન કરવો. (૧૨) સાધો: સંયમયોને વૃદ્ધપ્રયત વિના ક્ષળમપિ સ્થાતુમનનુજ્ઞાનાત્ । ગાથા - ૪૪ સાધુઓ સંયમયોગોમાં એક ક્ષણ માટે પણ દૃઢ પ્રયત્ન વિના રહી શકતા નથી. (૧૩) આપ્રચ્છનાપૂર્વમેવ ર્મ શ્રેષો નાન્યથા, આજ્ઞાવિરાધનાત્ । ગાથા - ૪૬ સારામાં સારું કામ પણ ગુરુની રજા લઈને કરવામાં આવે તો જ કલ્યાણકારી છે. બાકી નહિ, કેમકે ગુરુની રજા વિના સારું કામ કરવામાં પણ આજ્ઞાની વિરાધના છે. (૧૪) શ્રદ્ધાવતો હિં વિનેયસ્ય ગુરૂપવેશમાત્રમેવ શુમમાનિવાનમ્ । ગાથા - ૪૯ ગુરુ પ્રત્યે અસીમ શ્રદ્ધાવાળો શિષ્ય તો કોઈ પણ કામમાં ગુરુની માત્ર અનુમતિ મળી જાય તો પણ શુભભાવોને પ્રાપ્ત કરનારો બને. (૧૫) અન્વેષ હિં વિધિવિષયે વાળ નાનસ્યં વિધેયમ્ । ગાથા - ૫૦ નાનકડી પણ જિનાજ્ઞામાં આળસ ન કરવી. (૧૬) યુનિમિત્તોપનિપાતન્તુ તન્નાપો‰વશાલેવોપતિસ્તે । ગાથા - ૫૨ અપશકુનો પુણ્યકર્મના ઉદયથી જ આવે છે અને એ ભવિષ્યમાં થનારા નુકસાનના સૂચક છે. (१७) न ह्वारब्धबहुक्रियात्मकप्रधानस्यैकक्रियामात्रकरणेऽपि फलसिद्धिः । अन्यथा प्रारब्धप्रतिक्रमणस्य ચૈત્યવત્વને જાયોત્સર્ગમાત્રનેવિ સિદ્ધિપ્રસઽાત્ । ગાથા - ૫૩ ઘણી બધી ક્રિયાઓવાળું અનુષ્ઠાન શરૂ કર્યા બાદ એમાંથી એકાદ-બે ક્રિયાઓ જ કરવામાં આવે, તો એ એકાદ-બે ક્રિયાઓનું પણ ફળ ન મળે. જો એમ ન હોત તો પ્રતિક્રમણ શરૂ કર્યા બાદ માત્ર ચૈત્યવંદન, એક કાયોત્સર્ગ રૂપ જ ક્રિયાને કરનારાને પણ ફળ મળવાની આપત્તિ આવે. (ખરેખર તો એ ક્રિયા અધુરી કરનારો હોવાથી આશાતનાનો ભાગીદાર બને છે.) (૧૮) આજ્ઞાશુદ્ઘમાવÅવ વિપુત્તનિન હેતુત્વાત્ । ગાથા - ૫૭ જિનાજ્ઞાશુદ્ધ એવો ભાવ જ પુષ્કળ નિર્જરાનું કારણ છે. (બાહ્ય ક્રિયાઓ નહિ) (૧૯) શમ્મીરી-અતક્ષિતચિત્તાભિપ્રાયો ધીરી વ=ાર્થનાન્તરીય સ્વાતમિવસહિષ્ણુ । ગાથા - ૬૧ જેના મનનો અભિપ્રાય બીજાઓ ન જાણી શકે એ ગંભીર અને કામ કરવામાં અવશ્ય જે પોતાનો પરાભવ, નિંદા થાય એને જે સહન કરી શકે એ ધીર. (२०) भगवद्वचनपरिभावनं च क्षयोपशमविशेषप्रगुणीकृतशक्ते महाशयस्यैव कस्यचिद् गोष्पदीकृत ભવનનથેરેવનન્તો: સંમતિ । ગાથા - ૬૩ મોહનીય વગેરેના ક્ષયોપશમને લીધે જેની આત્મિકશક્તિ જોરદાર બની છે એવા વિશાળ આશયવાળા અને જેનો સંસારસમુદ્ર માત્ર ગાયના પગલા જેટલો જ બાકી રહ્યો છે એવા જ આત્માને પરમાત્માના વચનોનું ચિંતન-પરિશીલન પ્રાપ્ત થાય છે. (૨૧) પરમપદ્દાભિનાયુાળાં તનુપાયે રૂા ન વિદ્યિતે । ગાથા - ૬૫ મોક્ષાર્થી આત્માઓને મોક્ષના ઉપાયભૂત સંયમ, તપાદિમાં સતત ઈચ્છા ચાલ્યા જ કરે. (२२) मोक्षोपायत्वेन सकलसंयमयोगसाम्येऽपि यत्र यस्याधिकारपाटवं, तत्र तस्येच्छाऽविलम्बितसिद्धिक्षमतया શ્રેયસી, નાન્યત્ર । ગાથા - ૬૭ સ્વાધ્યાય, વૈયાવચ્ચ, ધ્યાન, ભક્તિ વગેરે તમામ સંયમયોગો મોક્ષપ્રાપ્તિના ઉપાય છે અને એ રીતે બધા જ સમાન છે. આમ છતાં જે આત્મા જે યોગમાં કુશળ હોય તે આત્માએ તે યોગ સાધવાની ઈચ્છા કરવી, કેમકે ત્યાં એને ઝડપથી સફળતા મળે. જે યોગમાં એની કુશળતા નથી, ત્યાં એણે ઈચ્છા કરવી કલ્યાણકારી નથી. સામાચારી પ્રકરણ - પ્રસ્તાવના ૭ ૨
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy