SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ નિસીહિ સામાચારી ગણાય. આવી અનેક પ્રકારની દેવની આશાતનાઓનો ત્યાગ કરવા કટિબદ્ધ બનવું જોઈએ. શિષ્ય : ગુરુના અવગ્રહમાં પ્રવેશતી વખતે અત્યંત સાવધ બનવાની, ઉપયોગવાળા બનવાની તમે વાત કરી. પણ અમે તો ઘણીવાર આવી કોઈ સાવધાની ઉભી કર્યા વિના સહજ રીતે જ ગુરુ પાસે જઈએ છીએ. એમાં કંઈ આશાતના થઈ જ જાય એવો નિયમ નથી. હવે જે કંઈ પાપ બંધાવાનું છે એ તો ગુરુની આશાતનાથી જ બંધાવાનું છે. અમે તો જો આ તીવ્રપ્રયત્નાદિ ન કરીએ અને છતાં આશાતના પણ બિલકુલ ન થાય તો પછી અમને પાપ ન જ બંધાય ને ? ગુરુ : ‘ગુર્વાદિના અવગ્રહમાં પ્રવેશતી વખતે અત્યંત સાવધ બનવું ‘એવી જિનેશ્વરદેવોની આજ્ઞા છે. તમે ભલે ગુર્વાદિની આશાતનાથી કદાચ બચી જાઓ, પણ આ સાવધાની ન સ્વીકારો તો આ જિનાજ્ઞાનો ભંગ કરેલો કહેવાય. અને જિનાજ્ઞાભંગ તો પાપકર્મબંધ, દુર્ગતિ વગેરે અનિષ્ટોનું કારણ તરીકે પ્રસિદ્ધ જ છે. દેવ-ગુરુની આશાતનાનો ત્યાગ કરવા અત્યંત સાવધ બનવું' એ વાત સમજાવવા તને શ્રીહરિભદ્રસૂરિએ કહેલી એક વાત જણાવું. તેઓશ્રીએ પંચવસ્તુકમાં લખ્યું છે કે ‘શ્રાવકો દેરાસરમાં, સમવસરણમાં જવાની ઈચ્છાથી જ ઘરેથી ઘોડા-હાથી, રથ, પાલખીમાં બેસીને નીકળે. તો જ્યાંથી એમને દેરાસરની ધજા, શિખરાદિ દેખાય ત્યાંથી જ એમણે પોતાના ઘોડા વગેરે વાહનોને છોડી, નીચે ઉતરી ચાલતા ચાલતા દેરાસર કે સમવસરણમાં આવવું. દેરાસર સુધી હાથી-ઘોડાદ ઉપર બેસીને આવવું એ દેવની આશાતના છે. જે શ્રાવકો આ વિધિનું પાલન નથી કરતા, તેઓ શ્રદ્ધા વિનાના જાણવા.’ હવે જો પાપોમાં ખૂંપેલા, જ્યાં જાય ત્યાં જીવોની હિંસાને કરતા એવા પણ શ્રાવકો દેવની આશાતનાનો ત્યાગ કરવા માટે અત્યંત સાવધ હોય તો પછી કાયમ માટે સંયમાદિયોગોમાં સાવધ રહેનારા સંયમીઓએ તો દેવ અને ગુરુની આશાતનાનો ત્યાગ કરવામાં અત્યંત સાવધ રહેવું જ જોઈએ. શિષ્ય : તમારી આ વાત તો બરાબર કે દેવ અને ગુરુની નજીક જતી વખતે ઉ૫૨ની બધી કાળજી રાખવી. પણ ઉપાશ્રયમાં પ્રવેશ ક૨ીને જ્યારે ગુરુ પાસે જવાનું ન હોય. પોતાના સ્થાને જઈને સ્વાધ્યાયાદિ કરવા બેસી જવાનું હોય ત્યારે તો તીવ્ર પ્રયત્ન લાવવાની કોઈ જરૂર જ નથી.ગુરુની આશાતનાનો ત્યાગ કરવા માટે તીવ્ર પ્રયત્ન-સાવધાની જોઈએ. સીધા સ્વાધ્યાયાદિ કરવા જ બેસી જવાનું હોય ત્યાં આની જરૂર જ નથી. એટલે ત્યારે તો ‘નિસીહિ' ન કરે તો ચાલે ને ? ગુરુ : અરે ભાઈ ! આશાતનાના પરિહાર માટે તીવ્ર પ્રયત્ન જો જોઈતો હોય તો સ્વાધ્યાય, ધ્યાનચિંતનાદિમાં તો મનોયોગને એકાગ્ર બનાવવાનો છે. એના માટે તો તીવ્ર યત્ન જોઈએ જ. સ્વાધ્યાયાદિ કરતા પહેલા સંયમી જો આ ઉપયોગ મૂકે કે ‘મારે હવે સ્વાધ્યાય, ધ્યાન, અર્થચિંતનાદિ ક૨વાના છે. એટલે મારે બીજું કશું વિચારવાનું નથી. આજુબાજુ ધ્યાન આપવાનું નથી. ‘કોણ આવ્યું અને કોણ ગયું ?' એ મારે જોવાનું નથી. આજુબાજુના સંયમીઓ શું વાતો કરે છે ? શું કામ કરે છે ? એ મારે સાંભળવાનું કે જોવાનું નથી. મારે એકાગ્રતાથી જ સાધી શકાય એવા સ્વાધ્યાયાદિ કરવાના છે. એટલે ભલે ઉપાશ્રયની બહાર હું બીજા ઘણા બધા વિચારોમાં વ્યાકુળ હતો. ગોચરી, ગ્લાનસેવા, ગુરુભક્તિ, સ્થંડિલગમન, પ્રાયોગ્ય આહારાદિની શોધ વગેરે અનેક અનેક પ્રશસ્ત વિચારોથી ભરેલો હતો. પણ એ વિચારો પ્રશસ્ત હોવા છતાં માનસિક એકાગ્રતાના તો પ્રતિબંધક જ છે. મારે હવે એ બધા જ વિચારો કરવા નથી.” આવા દૃઢ ઉપયોગપૂર્વક અને એ માટે ‘નિસીહિ’ બોલીને એ પાપત્યાગની પ્રતિજ્ઞાપૂર્વક જો સંયમી સ્વાધ્યાયાદિ કરે તો એ સ્વાધ્યાયાદિ ઝળકી ઊઠે. “ગાથાઓ ચડતી નથી, પદાર્થો સમજાતા નથી, ભણવાદિમાં રસ પડતો નથી' આ બધી ફરિયાદોનું એક સંયમ રંગ લાગ્યો નિસીહિ સામાચારી ૭ ૨૦૧
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy