SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ હકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક આવશ્લહિ સામાચારી જ થાક લાગવો, એક્સિડન્ટ થવો વિગેરે પણ શક્ય છે. એટલે ગમનાગમનાદિ ક્રિયાઓમાં સંયમ અને આત્મા છે. આ બે ય ની વિરાધના થાય. એક સ્થાને સ્થિર રહેલા સાધુને આ બધા નુકશાન થવાની પ્રાયઃ શક્યતા નથી. એટલે ઉત્સર્ગમાર્ગે એક જ સ્થાને, એક જ બેઠકે સ્થિર રહેવું એ ઘણું જ લાભદાયી છે. જ શિષ્ય : તો પછી અમે સ્થિરવાસ કરીએ તો શું ખોટું ? આજુબાજુ શ્રાવકોના ઘણા ઘરો હોય એટલે નિર્દોષ છે મેં ગોચરી મળે, અંડિલની નિર્દોષ જગ્યા હોય અને સ્વાધ્યાય ખૂબ થાય. સંયમજીવન સફળ બની જાય. છે ગુરુ: મને હતું જ કે ઉત્સર્ગમાર્ગના લાભો સાંભળી તને આવો વિચાર આવશે જ. પણ શિષ્ય ! “ઘી છે જ ખાવાથી શક્તિ વધે એવું સાંભળી કોઈ માણસ બે ગ્લાસ ઘી ખાઈ જાય તો શું થાય? ઝાડા જ થાય ને? શક્તિ છે જ વધવાને બદલે ઘટે જ ને ? છે સંસ્કૃતમાં એક વાક્ય છે : “મતિ સર્વત્ર વર્જયેત્' કોઈપણ વસ્તુ સારી હોય તો પણ એનું પ્રમાણ છે જ ઓળંગવામાં આવે તો નુકશાન જ કરે. મીઠી ઊંઘ લાવી આપતી ઘેનની ગોળી એક સાથે ૨૦-૨૫ ખાઈ લઈએ છે છે તો ઊંઘ ન આવે પણ મોત જ આવે. એમ ઉપર બતાવેલા ઉત્સર્ગમાર્ગના લાભો ઘણા છે, પણ એનો અર્થ એ કે હું નથી કે સ્થિરવાસ થઈ જવું, કેમકે એમાં સ્ત્રી વિગેરે સાથે વધુ પરિચય થવાથી બ્રહ્મચર્યનો ઘાત થાય. એ સ્થાન છે ઉપર મમત્વ થાય તો અપરિગ્રહ વ્રતનો ઘાત થાય. નવા નવા તીર્થક્ષેત્રો વિગેરેની સ્પર્શના ન થવાથી જ સમ્યગ્દર્શન નબળું પડે. ગૃહસ્થો સાથે પરિચય વધવાથી સાવદ્ય ભાષા, નિષ્ફરતા વિગેરે ઘણા દોષો ઊભા થાય. છે | આમ સ્થિર રહેવાના લાભો મેળવવા જતાં પાંચ મહાવ્રત રૂપી મૂડી જ ગુમાવી દેવાનો વખત આવે. આ કેટલી આ બધી મૂર્ખતા કહેવાય! છે માટે શેષકાળમાં જુદા જુદા આઠ સ્થાનોમાં એક-એક માસ રહીએ તો ઉપરના લાભો થાય. પણ એક જ છે # સ્થાને નિષ્કારણ એક માસથી વધારે રહીએ તો જિનાજ્ઞાભંગ વિગેરે ઘણા નુકશાન થાય. શિષ્ય ગુરુદેવ ! આ રીતે તો આખા વર્ષ દરમિયાન માત્ર નવ જ સ્થાનોના લોકોને લાભ મળે. બાકીના છે 8 લોકો ઉપર ઉપકાર ન થાય. જો બધા સ્થાનોમાં એક-બે દિવસ જ રોકાઈને વિહાર કરવામાં આવે તો એક કે છે જ વર્ષમાં ઘણાં સ્થાનોમાં અનેક લોકો ઉપર ઉપકાર થાય. શું આ વિચારણીય નથી ? છે ગુરુ: (૧) તારી આ પરોપકારની ભાવના શું શાસ્ત્રકાર મહાપુરુષોના મનમાં ન હતી? રે ! સર્વ જીવો છે ઉપર અતિશય કરૂણાને ધારણ કરનારા તીર્થંકરદેવોએ જ આ નવકલ્પી વિહારની આજ્ઞા કરી છે. શું એમના છે આ હૈયે જગતના જીવો પ્રત્યે કરૂણા ન હતી? તે દર્શાવેલો વિચાર એમના ખ્યાલમાં ન હતો? હતો જ. છતાં એમણે છે 8 નવકલ્પી વિહારની આજ્ઞા કરી છે તો આપણે એટલી શ્રદ્ધા રાખવી જ જોઈએ કે એમાં જ ઘણા મોટા લાભો 8િ 8 થતા હશે. આપણા તર્કો શાસ્ત્રને બાધા પહોંચાડનારા ન જ બનવા જોઈએ. છે (૨) જિનશાસનનો ત્રણે ય કાળમાં ક્યારેય ન બદલાય એવો આ સિદ્ધાન્ત તું કદી ન ભૂલીશ કે, છે “આત્મકલ્યાણ જેવી સર્વોત્તમ વસ્તુ બીજી કોઈ નથી. પરકલ્યાણ કરવા જતાં જો આત્મકલ્યાણ જોખમાય તો તે એવા પરકલ્યાણનો સ્પષ્ટ નિષેધ છે. આત્મકલ્યાણને આંચ ન આવે એ રીતે જ પરકલ્યાણની પ્રવૃત્તિઓ કરવી જોઈએ.” છે નવકલ્પી વિહારની પદ્ધતિમાં સ્વાધ્યાય, સંયમાદિ યોગો પૂરબહારમાં ખીલે છે, જ્યારે સતત વિહાર છે કરવામાં ઘણા નુકશાન થાય છે. ટૂંકમાં વધુ પડતા વિહારોમાં સ્વાધ્યાયનો વ્યાઘાત, થાકને લીધે પ્રતિક્રમણાદિ છે ક્રિયાઓમાં ધીમે ધીમે ઘૂસી જતી કાયમી શિથીલતાઓ, દોષિત ગોચરી દ્વારા પરિણામોની નિષ્ફરતા, દિવસે છે લાંબો સમય ઉંધ્યા કરવાની કાયમી પડી જતી ટેવ વિગેરે ઘણા નુકશાનોથી આત્મકલ્યાણ જોખમાય છે. માટે છે FEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE Bગ્રેષ્ઠ સંયમ રંગ લાગ્યો - આવસહિ સામાચારી , ૨૦૬
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy