SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ આવસહિ સામાચારી (૪) આવસહિ સામાચારી સંયમી આત્મા (૧) ઉપાશ્રયમાંથી બહાર નીકળે ત્યારે (૨) ચૈત્યવંદનાદિ કર્યા બાદ દેરાસરમાંથી બહાર નીકળે ત્યારે (૩) સાડાત્રણ હાથ જેટલા ગુરુના ચારેબાજુના ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ તેમાંથી બહાર નીકળતી વખતે... આ ત્રણ જગ્યાએ ‘આવસહિ' શબ્દ બોલે એ આવસહિ સામાચારી કહેવાય. આ સામાન્યથી વ્યાખ્યા કરી. વસ્તુતઃ તો નીચેની ચાર શરતો બરાબર પાળે તો જ સાચી આવસહિ સામાચારી કહેવાય, ચારમાંથી એકપણ શરતનો ભંગ કરે તો એ સાચી-નિર્દોષ આવ.સામા. ન કહેવાય. શિષ્ય : એ ચાર શરતો કઈ છે ? એ જણાવશો. ગુરુ : (૧) ઉપાશ્રયની બહાર નીકળતી વખતે સૌ પ્રથમ ગુરુની રજા લેવી પડે, પછી જ આવસહિ બોલીને બહાર નીકળાય. (૨) બહાર નીકળ્યા પછી પણ ઈર્યાસમિતિ બરાબર પાળે, ભાષાસમિતિનો લેશપણ ભંગ ન કરે. ટૂંકમાં બધી જિનાજ્ઞાઓ બરાબર પાળે તો જ એની ‘આવહિ' શબ્દ બોલવારૂપ સામાચારી સાચી ગણાય. (૩) બહાર નીકળ્યા પછી આવશ્યક કાર્યો વિના બીજા કોઈપણ કાર્યો ન જ કરે તો જ એની આ સામાચારી સાચી બને. (૪) બહાર નીકળતી વખતે ‘આવસહિ' એ શબ્દ સ્પષ્ટ ઉચ્ચાર સાથે બોલે તો જ આ સામાચારી સાચી બને. આ ચાર શરતોનું જે પાલન કરે તેની એ આવસહિ સામાચારી સંપૂર્ણ શુદ્ધ બને. ચારમાંથી ૧,૨,૩ કે ૪ શરતો જે ન પાળે એની સામાચા૨ી સંપૂર્ણ શુદ્ધ ન બને. હવે આ પદાર્થો ઉપર વિસ્તારથી વિચારીએ. પહેલી શરત : કોઈક સંયમી ખૂબ જ સુંદર આચારો પાળતો હોય એ સંયમી દેરાસર જવા માટે કે ગોચરી જવા માટે કે સ્થંડિલ જવા માટે કે બીજા કોઈક આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયની બહાર નીકળ્યો. નીકળતી વખતે ‘આવસહિ' શબ્દ પણ બોલ્યો. ઈર્યાસમિતિ વિગેરે આચારો એકદમ સારી રીતે પાળ્યા. કોઈ આજ્ઞાભંગ ન કર્યો. આ બધું કરવા છતાં નીકળતી વખતે એણે ગુરુ / વડીલની રજા ન લીધી. ‘ગુરુદેવ ! હું અમુક કાર્ય માટે જઉં ?' એવું પૂછીને એમની અનુજ્ઞા ન લીધી. આ સાધુની આવસહિ સામાચારી સાચી ન ગણાય. ઉપાશ્રયમાંથી બહાર નીકળતી વખતે ગુરુની કે ગુરુની ગેરહાજરીમાં વડીલની રજા પ્રત્યેક સંયમીએ લેવી જ જોઈએ. રજા લીધા વિના જે બહાર નીકળી જાય એ સ્વચ્છંદી ગણાય, આજ્ઞાભંજક ગણાય. એ સંયમી જો રજા લઈને નીકળ્યો હોય અને પાછળથી એ મોડો પડે તો ઉપાશ્રયના સાધુઓ તપાસ કરી શકે. પણ કહ્યા વિના નીકળેલા માટે કોણ કાળજી કરે ? વળી એ વખતે સંયમીએ એ પણ કહેવું જોઈએ કે, ‘હું ક્યાં જાઉં છું ? શા માટે જાઉં છું ?' જેથી અવસરે ઉપાશ્રયના સાધુઓ બધી તપાસ કરી શકે. ઘણીવાર એવું બને કે સંયમી ગોચરી લેવા નીકળી જાય એ પછી વ્યવસ્થાપકને ખ્યાલ આવે કે ‘આજે તો અમુક સાધુઓને ઉપવાસ છે. મેં તો રોજની ટેવથી એમની ગોચરી મંગાવી લીધી છે.' જો ગોચરી ગયેલો સંયમી ‘હું કઈ બાજુ જાઉં છું ?' એમ કહીને ગયો હોય તો વ્યવસ્થાપક એ બાજુ જઈ એને વધારે ગોચરી વહોરતા સંયમ રંગ લાગ્યો - આવસહિ સામાચારી ૦૨૬૧
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy