SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છાકાર સામાચારી પણ વર્તમાનકાળમાં એ રીતે આળસુ શિષ્યને પણ છૂટા કરી દેવા સહેલું કામ નથી. તો પછી સૌ પ્રથમ તો એ શિષ્યને પણ ઈચ્છાકારપૂર્વક જ કામ સોંપવું. એ ન સ્વીકારે, તો પછી એને આજ્ઞા કરવી. છતાં ન માને તો બળજબરી પણ કરવી. ખ્યાલ રાખવો કે આ આજ્ઞા બળજબરી મધ્યમકક્ષાના શિષ્યો ઉપર જ અજમાવવાની છે. અધમ કક્ષાના શિષ્યો ઉપર આશાદિ કરવાનો સ્પષ્ટ નિષેધ છે, કેમકે એને તો ભયંકર અસમાધિ થાય. ભયંકર ક્રોધ જાગે. મધ્યમ શિષ્યોને પણ થોડુંક દુ:ખ તો થવાનું જ છે. છતાં લાંબે ગાળે આ પ્રક્રિયા હિતકારી હોવાથી ગુરુને એના ઉપર આજ્ઞાદિ અજમાવવાની રજા છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે, મૂર્ખ = અપાત્ર જીવોને ઉપદેશ આપવાથી તેઓ સુધરતા નથી પણ તેઓ ક્રોધે ભરાય છે. સાપને દૂધ પાઈએ તો માત્ર એનામાં ઝેર વધવા સિવાય કંઈ જ થતું નથી. શિષ્ય : ઓ ગુરુદેવ ! આપે મને ખુબ સુંદર ઈચ્છાકાર સામાચારી બતાવી. પણ એક પ્રશ્ન હજી બાકી છે ગુરુ શિષ્યને કામ સોંપે અને શિષ્ય કામ સ્વીકારી પણ લે પણ ગમે તે કા૨ણે એ વિનીત=ઉત્તમ શિષ્ય એ કામ કરવાનું ભુલી જાય અથવા તો જે રીતે કામ કરવાનું હોય એ રીતે કરવાને બદલે કોઈક ભુલો કરી બેસે, ત્યારે ગુરુએ શું કરવું ? ગુરુ : ગુરુએ તેને સખત ઠપકો આપવો. શિષ્ય : “વત્સ ! તું આ કામ ભુલી ગયો ?” અથવા “વત્સ ! આ કામમાં તારી આ ભુલ થઈ ગઈ. એ સુધારી લેવી.” એવા મીઠા વચનો ગુરુ કહે તો શું વાંધો ? નાહકનો ક્રોધ, ઠપકો શા માટે ?” ગુરુ : કોઈપણ સાધુ તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ સારું કામ કરે ત્યારે એમની ભરપૂર અનુમોદના કરવાથી એ સાધુનો તપાદિ કરવાનો ઉત્સાહ ખૂબ જ વધી જાય એ જેમ સત્ય હકીકત છે. એમ, ઉત્તમ શિષ્યોને એમની ભુલ બદલ ગુરુ સખત ઠપકો આપે તો એ શિષ્યોનો એ ભુલો છોડી દેવાનો ઉત્સાહ ખૂબ જ વધી જાય એ પણ સત્ય હકીકત છે. ગુરુ જો મીઠા શબ્દોમાં શિખામણ આપે, તો ઉત્તમ શિષ્યો એ સ્વીકારે તો ખરાં જ. પણ એ ભુલ ન જ થાય એવા પ્રકારની અપ્રમત્તતા એમનામાં ન આવે. અને એટલે જ પાછી ભુલ થવાની શક્યતા રહે, જ્યારે ગુરુ એક વાર આંખ લાલ કરે, ખખડાવે એટલે ઉત્તમ શિષ્યો એવા તો સાવધ થઈ જાય કે ભવિષ્યમાં પછી એ ભુલ પ્રાયઃ ક્યારેય ન થાય. કહ્યું જ છે ને ? “સોટી વગે ચમચમ, વિદ્યા આવે ૨મઝમ.' શિષ્ય : ગુરુદેવ ! એ ઠપકો ખાનારા શિષ્યો સુધરી જાય એ તો માની લઈએ પણ ગચ્છમાં ૩૦-૪૦ સાધુ હોય અને છદ્મસ્થતા, પ્રમાદાદિને લીધે ઉત્તમ શિષ્યો પણ વારંવાર ભુલો તો ક૨વાના જ. ગુરુ જો બધાને એમની ભુલો બદલ ઠપકો આવા મંડી પડે તો ગુરુએ તો કેટલો ક્રોધ કરવો પડે ? આવો ક્રોધ કરાતો હશે ? કષાયો તો જીવને દુર્ગતિમાં લઈ જાય. ગુરુ : તને પરમાત્મા ઉપર ખૂબ અનુરાગ છે. તારા ગુરુ ઉ૫૨ તને અપાર બહુમાનભાવ છે. ચારિત્ર ધર્મ તને પ્રાણથી પણ પ્યારો છે. તો આ દેવ-ગુરુ-ધર્મ ઉપરનો તારો રાગ એ પણ કષાય જ છે ને ? એ તને દુર્ગતિમાં ન લઈ જાય ? શિષ્ય : એ રાગ કષાય જ છે. પણ એ પ્રશસ્ત રાગ હોવાથી કોઈ નુકસાન ન કરે. ગુરુ : શાબાશ ! જેમ એ રાગ પ્રશસ્ત હોવાથી આત્માને હિતકારી છે. તેમ ગુરુ પોતાના શિષ્યો ઉપર સંયમ પળાવવા માટે, એમના દોષો દૂર કરાવવા માટે જે ક્રોધ કરે એ પણ પ્રશસ્ત કષાય જ છે. ગુરુની ભાવના એટલી જ છે કે, “મારા શિષ્યો ભુલો, દોષોનો ત્યાગ કરી પરમપદ તરફ આગળ વધે” માટે એ કષાય કોઈ નુકસાન સંયમ રંગ લાગ્યો - ઈચ્છાકાર સામાચારી ૭ ૨૪૦
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy