SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ [ ૧૩ માછલાં પકડવા માટે માછીમાર લોઢાના આંકડામાં કશુંક લગાડીને જળમાં નાખે છે, તે કણકથી ભાઈને માછલાં વિગેરે જળચર પ્રાણીઓ તે ખાવા આવે છે. પણ તે ખાવા જતાં તરતજ તે લોઢાને આંકડે તેમને તાળવે ભેંકાય છે, અને આ પ્રમાણે તૃષ્ણ, તેમના મરણમાં કારણભૂત થાય છે. માટે અંતે જેમાં અનિષ્ટ પરિણામ આવવાનું હોય તેમાં કયો બુદ્ધિમંત પુરૂષ રાચે રે કહ્યું છે કે”-- જે સુખમાં ફિર દુઃખ વસે, સો સુખ નહિ દુઃખરૂપ; જે ઉત્તગ ફિર ગીર પડે, સો ઉતંગ નહિ ભવકૃપ. માટે ધન પ્રાપ્ત કરવામાં અન્યાય ન જ કર, એજ ગ્રન્થકારના કથનનું રહસ્ય છે. અન્યાયથી ધન પેદા કરવાને પ્રતિષેધ કરવાથી ધનની પ્રાપ્તિ નહિ થાય, અને તેથી આજીવિકાને નાશ થશે, અને તેથી ધર્મના હેતુભૂત ચિત્તની સમાધિ (સ્થિરતા) નાશ પામશે, માટે શું કરવું, એવી આશંકા દૂર કરવા ગ્રન્થકાર પતેજ કહે છે – न्याय एव ह्याप्त्युपनिषत्परेति समयविद इति ॥ ८॥ અર્થ –ન્યાય એજ ધન મેળવવાને અત્યંત. રહસ્યભૂત ઉપાય છે, એમ સિદ્ધાન્તના જાણકાર જણાવે છે. ભાવાર્થ-મનુષ્ય ન્યાયી થયે, એટલે શુભકર્મ ઉપાર્જન કર્યું, અને શુભકર્મ ઉપાર્જન કર્યું એટલે ધન તે પિતાની મેળે આવીને તેને મળવાનું એ નિઃસંદેહ છે. પૂર્વના પાપ કર્મના ઉદયથી આ ભવમાં કદાચ ધન ન મળે; તેથી કોઈ અધર્મી મનુષ્ય તે મેળવવા અન્યાયનું આચરણ કરે તે ધન ન મળે, એટલું જ નહિ પણ ભવિષ્યમાં પણ તે અન્યાય આચરણ રૂ૫ પાપથી તે મેળવવા શક્તિમાન થવાને પણ નહિ. માટે તે મેળવવા પાત્ર થવું જોઈએ; અને તે પાત્ર થવાને ન્યાયાચરણ સિવાય બીજો એક પણ માર્ગ નથી.
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy