________________
અધ્યાય-૮
[ ૪૭૭
કેટલાક પ્રકારના મોટા મત એવા ઘોર હિંસાનાં કાર્યો કરે છે કે સાતમી નરકનું આયુષ્ય બાંધે છતાં તે બાંધતા નથી. કારણ કે તેઓ અસંજ્ઞી છે, મનની સંજ્ઞા રહિત છે. તે જ રીતે સંસાર અને મોક્ષ જેને સમાન છે અને જેને બેને વિષે રતિમાત્ર
સ્પૃહા નથી, એવા સગી કેવળી પૂર્વના સંસ્કાર વશથી શાસ્ત્ર, વિહિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, અને શાસ્ત્ર અવિહિત અનુષ્ઠાનથી નિવૃત્તિ કરે છે, તો પણ ભાવથી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિના . કરનાર કહ્યા નથી. કહ્યું છે કે –
यस्य सर्वे समारंभाः कामसकल्पवर्जिताः । ज्ञानाग्निदग्धकर्माण तमाहुः पण्डित बुधाः ॥
જેના સર્વ સમારંભે એટલે (કાર્યો) કૃષ્ણના સંકલ્પ રહિત. છે અને જેણે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મને બાળી નાખ્યાં છે, તેને જ ડાહ્યા પુરુષે ખરે વિદ્વાન કહે છે, ખરે જ્ઞાની ગણે છે. કહેવાને સાર એ છે કે આવા કેવળજ્ઞાની ભગવાન કાર્યો કરે છે, છતાં કર્મ બંધનથી લેવાતા નથી, કારણકે તે નિષ્કામબુદ્ધિથી તેઓ કરે છે; ઉચિત માર્ગમાં પ્રવૃત્તિ અને અનુચિત માર્ગથી નિવૃત્તિ એ તેમને . સ્વભાવ થઈ જાય છે. प्रतीतिसिद्धश्चायं सद्योगसचेतसामिति ॥५०॥
અર્થ-સદ્ ધ્યાનવાળા (મહામુનિએ)ને ઉપર ભાવાર્થ અનુભવ સિદ્ધ છે.
ભાવાથ--શુદ્ધ ધ્યાનથી જેમનું હૃદય પવિત્ર થયેલું છે, તેવા મહા મુનિઓ ઉપર જણેલી બાબતને યથાર્થ સમજે છે. આપણે આગલા સૂત્રમાં વિચારી ગયા કે કેવળજ્ઞાની અથવા તેમની સ્થિતિએ પહેચેલા મહાપુરૂષે નિષ્કામ વૃત્તિથી-સ્વભાવથી જ-કુંભારના ગતિમાં મૂકેલા ચક્રની માફક-શુભકાર્યમાં પ્રવર્તે છે, અથવા અશુભ.