________________
અધ્યાય-૮
[ ૪૫૫ તેન આચાર વિચાર મુમુક્ષને બહુ લાભકારી થાય છે. મુમુક્ષ લે કે તેનું વર્તન જોઈ આનંદ પામે છે. અને તેના જેવું વર્તન રાખવાનો નિશ્ચય પર આવે છે અને તેના જેવું વર્તન કેટલેક અંશે રાખવા સમર્થ પણ થાય છે.
તે ભવમાં ધ્યાનથી ઊપજતું અચિંત્ય સુખ તેને મળે છે, ચિત્તની વૃત્તિઓ જુદા જુદા વિષયોમાં ભટકતી હતી, તેને તે સ્થિર કરે છે. અને મનને શાંત અને કલોલરહિત સરોવર તુલ્ય તે બનાવે છે; અને તેથી આત્મતિનાં કિરણો મન ઉપર પડે છે, અને તેથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અને આત્મિક આનંદની કાંઈક ઝાંખી થતી જાય છે. આ ઝાંખી ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. તે મન અને આત્માના યોગરૂપ ધ્યાનનું સુખ તો તેના અનુભવનારાના જ લક્ષમાં આવી શકે; શબ્દ દ્વારા તે દર્શાવી શકાય તેમ નથી.
તે ભવમાં તે કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. યોગ બળથી, અને આત્મવીર્ય ફેરવવાથી આત્મામાં રહેલી અનંત ગુપ્ત શક્તિએમાંથી કેટલીક શક્તિઓને પ્રાદુર્ભાવ થાય છે, અને તે લબ્ધિઓ કહેવાય છે. દરેક નુષ્યમાં તે શક્તિઓલબ્ધિઓ ગુપ્ત રહેલી છે; પણ આ ચરમદેહી મનુષ્ય તે શક્તિઓને પ્રગટ કરે છે.
તે પછી શું થાય છે તે કહે છે: अपूर्वकरणं, क्षपकश्रेणिः मेहसागरोत्तार :, केवलाभिव्यक्तिः परमसुखलाम इति ॥५॥
અર્થ --અપૂર્વકરણ (આઠમું ગુણસ્થાનક) પ્રાપ્ત કરે છે, ક્ષપણુને આરંભ કરે છે, મેહરૂપ સમુદ્રને તરે છે, કેવળજ્ઞાની થાય છે, અને ઉત્કૃષ્ટ સુખને લાભ થાય છે.
ભાવાર્થ-જેમ જેમ મનુષ્યના ગુણની તેમજ ભાવની વૃદ્ધિ થાય, તેમ તેમ તે આગળ વધતા જાય છે. તેવા ગુણ તથા ભાવના