________________
૪૨૮ ]
ધમબિન્દુ ચાર માસ દીક્ષા પર્યાય પાળનાર સાધુ ચંદ્ર અને સૂર્ય વિના ગ્રહનક્ષત્ર અને તારારૂપ તિષ્ક દેવતાઓ કરતાં અધિક સુખ પ્રાપ્ત કરે છે.
પાંચમાસ દક્ષા પર્યાય પાળનાર સાધુ ચંદ્ર અને સૂર્ય જતિષ્ક દેવતા કરતાં અધિક સુખ મેળવે છે.
છ માસ દીક્ષા પર્યાય પાળનાર સાધુ સૌધર્મ અને ઈશાન એ બે લેકના દેવતા કરતાં અધિક સુખ મેળવે છે.
સાત માસ દીક્ષા પર્યાય પાળનાર સાધુ સનકુમાર અને મહેદ્ર એ બે લેકના દેવતા કરતાં અધિક સુખ મેળવે છે.
આઠ માસ દીક્ષા પર્યાય પાળનાર સાધુ બ્રહ્મલેક અને લાંતક એ બે લેકના દેવતા કરતાં અધિક સુખ મેળવે છે.
નવ માસ દીક્ષા પર્યાય પાળનાર સાધુ તે મહાશુક્ર અને સહસાર એ બે લોકના દેવતાનાં સુખ કરતાં અધિક સુખ મેળવે છે.
દશ માસ સુધી દીક્ષા પર્યાય પાળનાર સાધુ આનત, પ્રાણુત, આરણ અને અય્યત એ ચાર લેકના દેવતાના સુખ કરતાં અધિક સુખ પ્રાપ્ત કરે છે.
અગીયાર માસ સુધી ચારિત્ર પર્યાય પાળનાર સાધુ શૈવેયકના દેવતા કરતાં અધિક સુખ મેળવે છે.
બાર માસ સુધી ચારિત્ર પર્યાય પાળનારા સાધુ અનુત્તરવિમાનના દેવતા કરતાં અધિક સુખ પ્રાપ્ત કરે છે. તે પછી શુકલ અને શુકલાભિજાય થઈને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરનિર્વાણ પ્રાપ્ત કરે છે, અને સર્વદુઃખને અંત કરે છે.
એ રીતે શ્રી હરિભદ્રસૂરિ રચિત ધર્મબિન્દુમાં છઠું પ્રકરણ સમાપ્ત થયું.