________________
ધમબિંદુ
૪૨૦ ]
ભાવાર્થ-જેને ખરેખરા ચારિત્રના ભાવ થયેલા છે, અર્થાત ચારિત્રનું સ્વરૂપ યથાર્થ સમજી તે લેવાને હૃદય તલ્લીન થયેલું છે. તે માણસ કદાપિ ઉત્સુકપણું ધારણ કરેજ નહિ. યોગ્ય કાળે જ ઉચિત અનુષ્ઠાન તેવો પુરૂષ કરે, પણ અકાળે ઉત્સુક થઈ જે અનુ ઠાન કરવાને હજુ સમય પ્રાપ્ત થયું નથી, તે કરવાને પ્રેરાય નહિ.. આનું કારણ નીચેના સૂત્રથી જણાવે છેतस्य प्रसन्नगम्भीरत्वादिति ॥६४॥
અર્થ –તેનું ચારિત્ર પરિણામનું) પ્રસનપણું તથા ગંભીરપણું છે માટે. | ભાવાર્થ-જેમ શરદ ઋતુની અંદર સરોવરનું જળ નિર્મળ. હોય છે, તેમ જેના ખરેખરા ચારિત્રના ભાવ છે તેનું મન નિર્મળ હોય છે. તેવા મનુષ્યનું મન સમુદ્રના મધ્ય ભાગના જેવું ગંભીર હેય છે. આ ગંભીર અને નિર્મળ હૃદયને પુરૂષ અનુચિત અનુઠાનમાં પ્રવૃત્તિ કરેજ નહિ.
બીજું કારણ આપે છેहितावहत्वादिति ॥६५॥
અર્થ–તેનું (ચારિત્ર પરિણામનું) હિતકારીપણું છે. માટે.
ભાવાર્થ-જેનામાં ખરા ચારિત્રના ભાવ વર્તે છે, તેનું વર્તન એકાન્ત હિતકારી હોય છે. માટે તે કદાપિ ઉત્સુકપણાથી અયોગ્યકાળ દીક્ષા ગ્રહણ કરવા તત્પર થાય નહિ.
અહીંયા કોઈ શંકા કરે છે કે “તમારા કહેવા પ્રમાણે ચારિત્રને પરિણામ પ્રસન્ન, ગંભીર અને હિતકારી છે, તે પછી ચારિત્રના ભાવની પ્રાપ્તિ થયા પછી પણ વારંવાર જુદા જુદા વચનેથી સાધુને ઉપદેશ આપવામાં આવે છે. જેમકે “મુનિ ગુરૂકુળને વિશે
નના અરણામ સામ કરે છે,