________________
૪૧૨ ]
ધ બિન્દુ
મનુષ્ય એકજ વખતે એક વસ્તુનુ ધ્યાન કરી શકે, એકજ વસ્તુમાં ચિત્ત રાખી શકે, એ નિયમ સહેજ પણ વિચાર કરનારને તરત સમજાશે. તે પછી જેનુ ચિત્ત પ્રભુમાં લાગ્યું હોય, તેનું ચિત્ત ખીજા દુષ્ટ અધ્યવસાયેામાં પાવાય નહિ; અને તેથીજ આ સ્થળે કહેવામાં આવ્યું છે કે ભગવંતના વાસ હૃદયમાં જ્યાં સુધી હેય છે, ત્યાં સુધી ક્લિષ્ટ કરીા ક્ષય થાય છે, અને નવાં કષ્ટ ક ઉપાર્જન થતાં નથી. આ બાબત શાસ્ત્રકાર પણ દૃષ્ટાન્તથી સમ• જાવે છે કેઃ
जलानलवदनयोर्विरोधादिति ॥ ४९ ॥
અઃ—જળ અને અગ્નિની સાક઼ક એ એને (કિલષ્ટ કર્માંને, અને ભવગતનું ચિત્તમાં વસવુ') વિરોધ છે,
ભાવા:–જળ અને અગ્નિને પરસ્પર વિરોધ છે. જ્યાં જળ હેાય ત્યાં અગ્નિ રહી શકે નહિ, અને જયાં અગ્નિ હૈાય ત્યાં જળ રહી શકે નહિ. કેમકે તે બન્ને એક બીજાના નાશ કરનારાં છે. તેજ રીતે ભગવંતના હૃદયમાં વાસ અને કિલષ્ટ કમ એક ખીને પરસ્પર વિધી હોવાથી એકજ સમયે સાથે રહી શકે નહિં, જો ભગવડતાના હુયમાં વાસ હોય તા કિલષ્ટ કમ ત્યાં રહી શકે નહિ, અને જો કિલષ્ટ કમ રહી શકે તા ભગવંતના હૃયમાં વાસ નથી. એમજ સમજવું.
આરંભ કરેલા વિષયની સમાપ્તિ કરતાં શાસ્ત્રકાર લખે છે કેઃइत्युचितानुष्ठानमेव सर्वत्र प्रधानमिति ॥५०॥ અ:--આ પ્રકારે ઉચિત અનુષ્ઠાન એજ સવ સ્થળે મુખ્ય છે.