________________
અધ્યાય-૬
[ ૩૯૯ ભાવાર્થ-જ્યારે માણસ પોતે પૂર્વે કરેલા અનુચિત અનુbઠાનની નિન્દા કરે, અને તેનું પ્રાયશ્ચિત લે, ત્યારે જ તેણે પોતાની ભૂલ કબૂલ કરી છે, એમ ખરી રીતે કહી શકાય. જે ખરેખર પિતાની ભૂલ સમજેલો છે, તે તે ભૂલની નિન્દા કરી સન્માર્ગ તરફ રૂચિવાળા થાય છે, અને પછી સન્માર્ગે ચાલે છે અને તેથી તેને આમા ઉચ્ચ સ્વભાવવાળે થાય છે. તેથી તે ઉચ્ચ સ્વભાવવાળો અતત્વમાં દુરાગ્રહ રાખતા નથી. અને જેનામાં દુરાગ્રહ નથી તે સદ્અનુષ્ઠાનજ અંગીકાર કરે છે. શાસ્ત્રકાર પણ ચાલુ વિષયની સમતિ કરતાં લખે છેઃ
इत्युचितानुष्ठानमेव सर्वत्र श्रेय इति ॥२६॥ અર્થ–માટે ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર શ્રયકારી છે.
ભાવાર્થ-આપણે ગૃહસ્થ ધર્મ પાળતા હોઈએ કે યતિધર્મ પાળતા હાઈએ, પણ ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર શ્રેયકારી છે; કારણ કે તેમાં દુરાગ્રહ નથી. ઉચિત અનુષ્ઠાનમાં હિતકારી પણું શા કારણથી રહેલું છે, તે શાસ્ત્રાકાર દર્શાવે છે. __भावनासारत्वात्तस्येति ॥२७॥
અર્થ -ભાવનાના પ્રધાનપણાથી ઉચિત અનુષ્ઠાન શ્રેયકારી છે.
ભાવાર્થ-જ્યારે આપણે ઉચિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરીએ છીએ, ત્યારે ભાવના પણ ઉચ્ચ પ્રકારના હોય છે; અને જ્યાં ઉચ્ચ ભાવના ત્યાં પરિણામ શ્રેયકારી આવવાનું એ નિઃસંદેહ છે. કોઈ પણું કાર્ય કરતાં પહેલાં માણસ તે સંબંધી વિચાર કરે છે. ચિતાર ચિત્ર દેરતાં પહેલાં મનમાં છબી દોરે છે; પત્ર ઉપર જે છબ્બી તે ફરે છે તે તેના ઉચ્ચ માનસિક ચિત્રને અનુરૂપ કદાપિ હોઈ શકતી નથી. છતાં ઉચ્ચ ભાવના ઉચ્ચ કાર્ય કરવા પ્રેરે છે, એ નિયમ વિસર ન જોઈએ..