________________
અધ્યાય-૫
[ ૩૩૭ સંયમમાં લાવતાં શીખ્યો હોય, અને જેણે જગતના પદાર્થોની અસારતા અને અનિત્યતા અનુભવી હેય, તે પુરૂષજ આ સંયમ માર્ગને લાયક થાય છે.
અનિત્ય વસ્તુ તરફ વૈરાગ્ય થવાથી પણ બસ નથી. નિત્યવસ્તુ ઉપર અનુરાગની પણ જરૂર કારણ કે જે મનુષ્યો ઉચ્ચ આલંબન ગ્રહણ કર્યા વિના નીચેના આલંબનને ત્યાગ કરે છે, તેઓ ઉભય ભ્રષ્ટ થાય છે. અને નિત્યવસ્તુ તરફને રાગજ મનુષ્યને અનિત્ય વસ્તુને રાગ છોડાવવા ખરી રીતે સમર્થ છે. માટે શાસ્ત્રકાર લખે છે કે –
સંસારનું સ્વરૂપ વિચારી તેના ઉપર વૈરાગ્ય વધારો, પણ તેની સાથે સાથે મેક્ષતરફ અનુરાગ રાખો.
આ પ્રમાણે જેનું મન વૈરાગ્ય સહિત છે. અને પરમાત્માસ્વરૂપ અનુભવવા માટે અનુરાગ વાળું છે, તેજ મનુષ્ય ખરી રીતે યતિવ્રત પાળી શકે. બીજા બધા કારણે નિરર્થક તે ન કહીએ પણ બહુજ ઓછા લાભકારી છે. ___ इत्युक्तो यतिरघुनाऽस्य धर्ममनुवर्णयिष्यामः। यतिधर्मा द्विविधः सापेक्षयतिधर्मो निरपेक्षयतिधर्मश्चेति ॥१॥
અર્થ–આ પ્રકારે યતિનું વર્ણન કર્યું. હવે યતિધર્મનું વર્ણન કરીએ છીએ. તે યતિધર્મ બે પ્રકારનો છે; ૧. સાપેક્ષ યતિધર્મ. ૨. નિરપેક્ષ યતિધર્મ
ભાવાથ-અર્થ સુગમ છે. ગુરૂ તથા ગચ્છ વગેરેની સહાયતાની અપેક્ષા રાખી જે દીક્ષા પાળે છે, તે સાપેક્ષ યતિ કહેવાય અને તેનાથી જુદા ગુણવાળો નિરપેક્ષયતિ કહેવાય. તેનાં બીજા નામ ગચ્છવાસ અને જિનક૯પ છે.
तत्र सापेक्ष यतिधर्म इति ॥ २॥ ' અર્થ-તેમાં સાપેક્ષ યતિધર્મનું પ્રથમ વર્ણન કરે છે.
૨