________________
અધ્યાય-૩
[ ૨૨૯ ૩. ધનધાન્ય–ધનના ચાર પ્રકાર છે, (૧) ગણિમ–ગણવા મય જેમકે સોપારી જમરૂખ વગેરે ફળે.
(૨) ધરિમ-જોખવા યોગ્ય ગોળ, ખાંડ વગેરે. (૩) મેય-માપવા યોગ્ય દુધ, ઘી વગેરે. (૪) પરિછેદ્ય-પરીક્ષા કરવા યોગ્ય—હીરા મોતી વગેરે. ધાન્ય એટલે ડાંગર, મગ, ચોળા, અડદ વગેરે.
આ સર્વની મર્યાદા કરી હોય તેના કરતાં વધારે રાખવાથી -અતિચાર લાગે છે. આ સર્વની બાબતમાં જેટલા સમયની મુદત કરી હોય તેટલા સમયમાં હદ કરતાં વધારે મળે તે સોના રૂપાની બાબતમાં જણાવ્યું તેમ મુદત પુરી થતાં સુધી બીજા પાસે રખાવે અને મુદત પુરી થયે હું ગ્રહણ કરીશ, અથવા ઘરમાં રહેલ તેજ -માલ વેચાશે ત્યારે લઈશ, આ પ્રમાણે નકકી કરી ને માલ બીજાને - ત્યાં અનામત રાખે, અને મુદત પુરી થયે ગ્રહણ કરે તે વ્રતના સાપેક્ષપણાને લીધે ભંગાભંગ થાય છે, અને તેથી અતિચાર લાગે છે.
૪. દાસદાસી–બે અને ચાર પગવાળા સર્વ જીવતા પ્રાણીને આમાં સમાવેશ થાય છે. બે પગવાળામાં પુત્ર, પુત્રી, સ્ત્રી, દાસ, દાસી, ચાકર, પોપટ, સારિકા ગણવા, અને ચાર પગવાળામાં ઘેડ ગાય, ઉંટ, ભેંસ વગેરે ગણવા. તેમની એક વર્ષની હદ બાંધી હોય એ વર્ષ દરમ્યાન ગર્ભાધાન કરાવવાથી અતિચાર લાગે છે; જે વર્ષ દરમ્યાન તેમને પ્રસવકાળ આવે તો તેમની રાખેલી સંખ્યાથી અધિક પ્રાણીઓ થાય તેથી ત્રત ભંગને ભય રહે તે હેતુથી વર્ષને કેટલેક ભાગ વીતી ગયા બાદ તે ગર્ભાધાન કરાવે છે, કે વર્ષ દરમ્યાન તેને પ્રસવ થાય નહિ. હવે ગર્ભમાં પ્રાણ રહેલા છે તેથી સંખ્યાને અતિક્રમ થાય છે, અને તેથી વ્રત ભંગ થાય છે પણ બહાર દેખાતા નથી તેથી વ્રત ભંગ થતો નથી, આ રીતે ભંગાભંગથી અતિચાર લાગે છે.