SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ] ધમબિન્દુ અભાવમાં આપત્તિમાં આવતાં આપઘાત વગેરે અનર્થ કરે, તે તેના જોખમદાર પણ બેટો લેખ લખનાર એવા તમે છે. આવી રીતે અનર્થની પરંપરા જે કાર્યમાં રહેલી છે તેવા અન્યાય માગથી પરનું ધન હરવાને ખોટા દસ્તાવેજ લખવા વગેરેથી વિમુખ રહેવું એ દરેક અહિંસાને પરમ ધર્મ માનનાર જૈનનું પ્રથમ અને જરૂરનું કર્તવ્ય છે. આ સાથે જણાવવું જોઈએ જૈનનું નામ ધરાવનાર કેઈપણ ગૃહરથે કોર્ટમાં ખોટી સાક્ષી પૂરવી નહિ. અસલમાં જૈને એટલા સત્યવાદી ગણતા હતા કે તેમનું બોલવું કોર્ટમાં-ન્યાય સભામાં પ્રમાણભૂત ગણાતું. જૈન કદાપિ અસત્ય બેલેજ નહિ એવી તેની ઉચ્ચ છાપ હતી, પણ હાલમાં તેને બદલે તેથી ઉલટું જ જોવામાં આવે છે, એ ઘણા અફસની બાબત છે. કેટલાકને જ્યારે આપણે આ ઉત્તમધ આપવા ઈચ્છા રાખીએ છીએ ત્યારે તેઓ જણાવે છે કે જે આપણે બીજાની બાબતમાં બેટી સાક્ષી ન પુરીએ તે તેઓ. વખત આવ્ય, આપણી તરફથી જુઠી સાક્ષી કેમ પુરે ? આ. દલીલ તદન પાયા વગરની છે. કારણ કે જુઠી સાક્ષી બીજા પાસે પુરાવવાને વખત આવે એવું કાર્ય જ શા માટે કરવું જોઈએ ? જે સત્યવાદી છે અને શુદ્ધ આચરણવાળે છે, તેને એવી પરની ખોટી આશા શા માટે રાખવી જોઈએ ? આપણે સત્ય બોલનારાજ છીએ એવી છાપ આપણુ વિષે આપણું વર્તનથી પાડીએ તે અસત્ય સાક્ષી પુરવાને કહેવાની હીંમત જ બીજે માણસ શી રીતે. ધરી શકે ? માટે ખોટાં બહાનાં કાઢી જુઠી સાક્ષી પુરવી, અને પુરાવવી, એ ઘણું જ અઘટિત છે; અને જેઓ તે કામ કરે છે, તે સત્યના ઉપાસક નહિ પણ ખોટા વ્યવહારના ઉપાસક છે એમ કહેવું જ એગ્ય ગણાય. ૪, .સાપહા-પારો મે સ ક જે કે અનામત જે.
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy