________________
૨૦૪ ]
ઘર્મબિન્દુ નહિ. ત્યારે પાસે બેઠેલા પ્રધાન, પુરોહિત વગેરેએ અત્યંત પ્રાર્થના
સહિત જણવ્યું કે કોઈના પણ વંશને તદ્ધ ઉછેદ કરે એ મોટુ .. પાપ છે. તે પ્રાર્થનાથી શેડ ક્રોધ શાન્ત થવાથી, તે રાજાએ બાકીના પાંચ છોકરાને મારી નંખાવરાવ્યા, અને એક મેટા છોકરાને જીવતા રાખ્યો.
આ દછાત ઉપર થી ઉપનય આ પ્રમાણે સમજ. " જેમ વસંતપુર નામે નગર હતું. તેમ આ સંસાર છે. રાજાને 'ઠેકાણે શ્રાવક જાણ. શેઠને ઠેકાણે ગુરૂ જાણવા, છ પુત્રોને સ્થળે 'છ જીવનિકાય જાણવા. અહીં પિતા જેમ પાંચ પુત્રની ઉપેક્ષા કરી 'એક પુત્રને બચાવે છે તે પણ તે પાંચ પુત્રના વધુમાં તેને અનુમોદના દોષ લાગતો નથી. કારણ કે તેને અભિપ્રાય તે છએ પુત્રોને જીવી હવાને છે; તેજ રીતે ગુરૂને પણ શ્રાવકને વ્રત આપવાથી, નિયમથી બહાર રહેલા પંચ સ્થાવના વધની અનુમોદનાને દોષ લાગતો નથી, - કારણ કે તેમને અભિપ્રાય તે હિંસા માત્રનો ત્યાગ કરાવવાનું છે. - ગુરૂને છ જવનિકાય પુત્ર સમાન છે અને તેથી યતિ ધર્મ પાળવાને ઉપદેશ કરીને છ જવનિકાયને બચાવ કરાવવા પ્રયત્ન કરે છે; પણ રાજાની માફક શ્રાવક સમગ્ર જીવોને મૂકવાને ઉત્સાહ કરતા નથી તેથી મોટા પુત્ર સમાન ત્રસકાયને, નાના પુત્રો સમાન પાંચ
સ્થાવર જેની ઉપેક્ષા કરીને, મૂકાવનાર ગુરુને, બીજા જીવોની હિંસાને અનુમોદના દેષ લાગતો નથી.
વિધિ સહિત અણુવન ગ્રહણ કરાવવા તે દર્શાવે છે. योगवन्दननिमित्तदिगाकारशुद्धिविधिरिति ॥१४॥
અર્થ – શુદ્ધિ, વન્દન શુદ્ધિ, નિમિત્ત શુદ્ધિ, દિશુદ્ધિ, અને આગારશુદ્ધિ, એ અણુવ્રતની પ્રાપ્તિમાં વિધિ જાણવી.