________________
૯૮ ]
ધ બિન્દુ
માટે પ્રથમ તા ધર્માંશાસ્ત્ર સાંભળવાની ઈચ્છા ઉત્પન્ન કરાવવી; નહિ તે—
આંધળા આગળ આરશી, બહેરા આગળ ગીત;
મૂરખ આગળ ધર્મકથા, ત્રણે એકજ રીત !
માટે સાંભળવાની ઈચ્છા પ્રથમ જાગૃત કરી પછી બેધ આપવા એ ઉપદેશકનુ' ઉચિત કાય છે.
तथा भूयो भूय उपदेश इति ||७|| અઃ-વારવાર ઉપદેશ આપવા.
ભાવાઃ—જેમ કોઈને સંનિષાત થયા હોય છે, તેને જ્યાં સુધી તે મટે નહિ ત્યાં સુધી વારંવાર કરીયાતા વગેરેના કવાથ આપવામાં આવે છે, તેમ જ્યાં સુધી આપેલા ઉપદેશની વાત સાંભળનારના હૃદયમાં ઠરશે નહિ ત્યાં સુધી વારંવાર ખાધ આપવા જોઈએ. શ્રી ઉમાસ્વાતિ વાચક લખે છે કેઃ——
यद्वद्विषघातार्थं मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वद्रागबिषघ्नं पुनरुक्तम दुष्टमपदम् ||१|| वृत्त्यर्थं कर्म यथा तदेव लोकः पुनः पुनः कुरुते । एवं विरागवातहेतुरपि पुनः पुनचिन्त्यः || २ |
જેમ ઝેરને નાશ કરવા માટે મંત્રદ વારવાર ખેલવા છતાં, તેમાં પુનરૂક્તનો દોષ ગણાતા નથી તેમ રાગરૂપી ઝેરને નાશ કરવા વાર વાર કહેલુ વ્યાખ્યાન પુનરૂક્ત ગણાતું નથી.
જેવી રીતે ગુજરાન માટે લેાકા એકનું એક કામ ફરી કરીને કરે છે. તે પ્રમાણે વૈરાગ્ય વાર્તાનાં કારણા પણ ફરી ફરી ચિન્તવવા જોઈએ.
માટે જ્યાં સુધી શ્રોતા સમજે નહિ ત્યાં સુધી વાર વાર ઉપદેશ આપવા ચેાગ્ય છે.