SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. થયું. જ્યારે હાલાપ વિના પણ પતિ મારી ઉપર રેષવાળા થયા તે હજી સરોવર ખણાયા પહેલાં તેમાં મગરને પ્રવેશ થયા જેવું મને લાગે છે. મારા હૃદયમાં પ્રસરતી ઇન્દ્રિય સુખની આશંસારૂપ વેલડીને દુષ્ટ દેવે આજે મૂળથી ઉખેડી નાખી. દોશીલ્યને સૂચવનાર આ પતિના ત્યાગથી અરે ! દૈવ! મને આવી રીતે વૃથા શા માટે પજવે છે? અથવા તો અને ઉચિત એવા દૈવને ઉપાલંભ દેવારૂપ વ્યર્થ બકવાદ કરવાથી શું? કારણ કે મારે પૂર્વકૃત કર્મ જ અહીં દેશપાત્ર છે. દાક્ષિણ્ય અને સ્નેહરહિત થઈને મારા પતિ જે આ રીતે ચાલ્યા ગયા, તે તે પણ એક અપેક્ષાએ ઠીક જ થયું છે, કારણ કે આમ થવાથી - મનું મૂળ એવું નિર્મળ શીલ પાળી શકાશે. અહે! અપરાધ વિના અત્યારે દીન એવી જે હું તેને પતિએ ત્યાગ કર્યો તે માબાપ અને સખીઓને હું સુખ શી રીતે દેખાડીશ?” આ પ્રમાણે આર્તધ્યાનરૂપ ખાડામાં પડતી સર્વાંગસુંદરીએ તત્કાળ નીચે આવીને તે બીના લજજા સહિત પિતાના માતાપિતાને કહી સંભળાવી. તેમણે દદયમાં દુ:ખ પામીને માણસ પાસે સર્વત્ર તેની તપાસ કરાવી, પરંતુ સમુદ્રમાં એવાયેલા રનની જેમ તેને ક્યાંય પણ પત્તો ન લાગે એટલે “હે વસે! અધીરી ન થા! તારો પ્રાણપતિ કામની ઉતાવળથી ક્યાંક ચા૯ ગયો હશે, પણ તે થેડાજ દિવસમાં પાછા આવશે. આ પ્રમાણે નિરતર મધુર વચનથી તે પિતાની સુતાને આશ્વાસન આપવા લાગ્યા. એક દિવસે સાકેતપુરથી આવેલા કેઈમાણસના મુખથી તેણે સાંભળ્યું કે--પર્વની પાનીથી વિરકત, અશેકષ્ટી મેટ પુત્ર, ગુણામાં બધી સ્ત્રીઓથી ચઢીઆતી એવી બીજી સ્ત્રીને પરણ્યો છે.” તપેલા સીસાની માફક કાનને વ્યથા કરનાર તે સમાચાર સર્વાગમુંદરીને તેણે પિતાના ઉસંગમાં બેસાડીને કહ્યાં. પિતાના પતિએ બીજી સ્ત્રીનું પાણિગ્રહણ કર્યું ? એવી વાત સાંભળીને ત્રુટિત આશાવાળી વિવેકવતી તે સતીએ આ પ્રમાણે વિચાર કર્યો કે--અનની પાપની
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy