________________
મસ્તાવના.
આ યુગાદેિશના ગ્રંથ મૂળ સંસ્કૃત પદ્યબંધ શ્રી મુનિસુદર સૂરિ મહારાજના સંતાનીય શ્રી સામમ’ડન ગણના કરેલા ૨૪૦૦ શ્લાક પ્રમાણ છે. તે વાંચવામાં આવતાં તેની અંદર આવેલ હકીકત અત્યંત અસરકારક અને ઉપદેશક જણાવાથી તેનું ગુજરાતી ભાષાંતર કરાવી અક્ષરશઃ સુધારી પ્રકટ કરવામાં આવેલ છે. આ બુક છપાવવામાં એ ગૃહસ્થ તરફથી રૂા. ૩૦૦)ની મદદ મળતાં તેનો લાભ શ્રી જૈનધર્મ પ્રકાશના દરેક ગ્રાહકને આપવાનો નિર્ણય કરવામાં આવ્યા છે.
૧૫૦) શ્રી અમદાલાદ નિવાસી શા. કેશવલાલ નથુભાઇના લઘુ પુત્ર સારાભાઈ બાળ વયમાં સ્વર્ગવાસ થવાથી તેના શ્રેયાર્થે માસ્તર રતનચંદ્ર મુળચંદની સલાહથી આવ્યા છે.
૧૫૦) શ્રી ધ્રાંગધરા નિવાસી શા. માણેકચંદ વેલશી વાળાએ પોતાના પાત્ર ચુનીલાલ દેવકરણ યુવાવયના પ્રારંભમાં જ પંચત્વ પામતાં તેના શ્રેયાર્થે પન્યાસજી શ્રીચતુરવિજ્યજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી ચિત્તવિજયજીના સદુપદેશથી ભાઇ હરીલાલ જીઠાભાઇ મારફત મોકલાવ્યા છે.
આ બંને બંધુઓના ફોટાની હજાર હજાર નકલા આવતાં તેટલી મુકેામાં તે તે દાખલ કરવામાં આવેલ છે. સ્વ. પુત્ર પાત્રાદિના શ્રેયાર્થે અન્ય કાર્ય માં દ્રવ્યના વ્યસ કરવા કરતાં આવા અત્યુત્તમ અને સ્વપર ઉપકારી કાર્યોંમાં વ્યય કરવામાં આવે તા તે અત્યંત લાભકારી છે.
આ ગ્રંથનું રહસ્ય વિચારતાં તેની અંદર સંસારી જીવાને ઉપદેશમાં આવશ્યક પાંચે ભાખતા, કષાય, મેહ, લક્ષ્મી, સ્ત્રી અને રાજઋદ્ધિનું પરિણામ કેવું આવે છે તે પાંચ ઉલ્લાસમાં ક્રમસર કર્તાએ બતાવ્યું છે અને તેને દ્રષ્ટાંતાવડે સુદ્રઢ કરવામાં આવેલ છે.