SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિરશના જાય છે. પિતાને કઇ રીતે પ્રસન્ન કરી તેણે છુપાવેલું ધન આપણે લઈ લઈએ! એવા લોભથી તે બંનેએ એક વિચાર કર્યો. ત્યારપછી તે સ્પટથી વિનય બતાવી પિતાને કહેવા લાગ્યા કે-“હે તાત! અમે ત્રણે તમારા પુત્રો છીએ, તમે અમને બાલપણથી ઉછેરી મોટા કર્યા છે, પરંતુ દિલગીર છીએ કે અમારામાંથી કેઈએ પણ તમે વૃદ્ધ થતાં સુધી તમારી શુશ્રષા કરી નથી. “ઘણું ઘરને પ્રાહણે ભુખે મરે એવી લોકમાં વપરાતી કહેવત સત્ય છે. હે તાત! હવે તમારી સેવા વિનાને જે દિવસે જાય છે, તે અમને સંતાપકારી થાય છે, માટે આજથી જગમ તીર્થરૂપ તમારી સેવા કરવા અમે ઇચ્છીએ છીએ.” એમ કહીને પ્રથમ દિવસે કડગે સ્નાન, ભેજનાદિકથી સત્કાર કર્યો. બીજે દિવસે સાગરે પણ સ્નેહાલાપૂર્વક સારા ખાનપાનથી તેમને પ્રસન્ન કર્યા. આ પ્રમાણે વારાફરતી સત્કાર કરતાં કેટલેક દિવસે તેના પિતા તેના પર બહુ જ પ્રસન્ન થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા:-“ અંત સમયના શુભ વ્યયને માટે મેં દ્રવ્ય ભૂમિમાં સ્થાપિત કર્યું છે તે વિત્તનું સારે ઠેકાણે સ્થાપન કરવું એજ પુણ્યવ્યય કહેવામાં આવે છે. તે સુસ્થાન તે અહીં માતપિતાની સેવા કરનાર પુત્રજ કહી શકાય તેમ છે. ફર્ડગ અને સાગર માતપિતાની બહુ ભક્તિ કરવાવાળા છે, માટે જે ધન મેં ભૂમિમાં સ્થાપન કર્યું છે, તે એમને બતાવું જેથી તે વિત્તને ભવિષ્યમાં સારે માગે વ્યય પણ થશે અને હું પણ એમને અનુણ-(ત્રણ રહિત) થઈશ.” આ પ્રમાણે વિચારી તેણે પોતાના બંને પુત્રને દાટેલ દ્રવ્ય બતાવીને કહ્યું-“હે વત્સ! મારૂં મરણ થતાં બે હજાર સેનામહેર જેટલું આ ધન તમારે લઇ લેવું. ડુંગર તો જન્મથી અવિનીત હોવાથી તે મને પ્રિય નથી, માટે આ દ્રવ્ય તમને સોંપું છું. આ ધનમાંથી એને તમારે ભાગ ન આપ.” પુત્રોએ કહ્યું-“હે તાત! તમે બહુ કાળ આનંદ પામે, અમારે તે ધનનું શું પ્રયોજન છે? કારણ કે તમે અમારી ઉપર છત્રની જેમ રહી આપત્તિના તાપને દૂર કરવાવાળા કાયમ રહો એમજ ઇચ્છીએ છીએ. » કહ્યું છે કે –
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy