SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ યુગાદિદેશના. વખત સુધી નાના બંધુઓનાં રાજ્ય ન લીધાં, એમ મારું માનવું છે. કારણ કે અન્ય રાજ્ય ગ્રહણ કરવારૂપ વ્યાપારને અભાવ થતાં બીજા આહારના અભાવમાં જઠરાગ્નિ જેમ આંતર ધાતુઓને પણ ગ્રહણ કરે છે, તેમ તેણે અત્યારે તે ભાઇઓના રાજ્યો લઈ લીધાં છે. મોટાભાઇએ તુછતા કર્યા છતાં મોટાભાઈની સાથે યુદ્ધ કેમ થાય?? આ પ્રકારના દાક્ષિણ્યથીજ નિભી થઈને તે નાનાભાઈઓએ દીક્ષા અંગીકાર કરી લીધી છે. હું તે લે ભરહિત 'કૃતિવાળે અને દા. શિષ્યવાળે નથી. અણ એવે તારે સ્વામી અત્યંત લેભાભિભૂત થયેલ જણાય છે કે જેથી પિતાએ આપેલ આ મારા રાજ્યને પણ તે છીનવી લેવાને તૈયાર થયા છે. પણ હે ભક! તેમ કરવાથી તે પોતાના ઘરના ઘીથી પણ અવશ્ય ભ્રષ્ટ થશે. નાનાભાઈઓના રાજ્યોને લઈ લેવાથી જ એણે કુટુંબમાં લહરો છે, તે હવે હું તેની સાથે કલહ કરું તો તેમાં મારે શું દોષ છે? તે તુજ કહે. નાનાઓ જે પતાનાપર મેટાને અકૃત્રિમ સ્નેહ જુએ, તો ગાયની પછવાડે વાછડાની જેમ તેઓ તેમની પાછળ પાછળ ફર્યા કરે, પણ ભરતને તે સ્નેહ નથી. વળી પ્રથમ તીથેશ, પરમ બ્રહ્મસ્વરૂપ અને સ્વર્ગ માક્ષના સાક્ષીરૂપ એવા એક પિતાજ અમારા સ્વામી છે. કિંતુ મિથ્યાભિમાની અને ધાન્યના કીટ સમાન ભરત અમારા સ્વામી એવી કિંવદંતી પણ અમારા હૃદયમાં બ્રીડા (લજજા) ને વ્યામોહ ઉત્પન્ન કરે છે. હવે તે કદિ ભ્રાતૃસ્નેહથી પણ હું એની સેવા કરૂં તે પણ ખરેખર લેકના મુખે ઢાંકણું ન હોવાથી આ ચકીપણુથી એને સેવે છે” એમ બેલતા તેઓ શી રીતે અટકી શકે? સંગામના પ્રસંગમાં સ્વજનસંબંધના અભાવથી તે કદાચ મારા રાજ્યને સહન નહિ કરશે, તો તેનું આવું છ ખંડનું રાજ્ય હું પણ સહન કરીશ નહિ. હું માનું છું કે સેનાપતિ જેમ સર્વ રાજાઓને લાંબે વખતે જીતીને તે ઐશ્વર્ય પોતાના સ્વામીને આપે, તેમ મારા માટેજ એણે આટલું ઐશ્વર્ય ઉપાર્જન કર્યું છે. કહ્યું છે કે --
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy