SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર યુગાદિદેશના. "अतितर्जना न कार्या, शिष्यसुहृद्भुत्यसुतकलत्रेषु; दध्यपि सुमथ्यमानं, त्यजति स्नेहं न सन्देहः." “શિષ્ય, મિત્ર, ચાકર, પુત્ર અને સ્ત્રી-એમની અતિ તજના ન કરવી. કારણ કે બહુ વલોવતાં દહીં પણ સ્નેહ (સ્નિધતા) અને થવા માખણને તજી દે છે. અર્થાત અતિ તજના કરવાથી નિસહ સ્નેહનો લોપ થાય છે. માટે હવે તાતની પાસે જઈ તેમને સમજાવીને અહીં લઈ આવું અને પિતાતાના રાજ્યપર તેમને પાછા સ્થાપું.” આ પ્રમાણે વિચારીને ભરતે અષ્ટાપદપર જઈ ઝડપભદેવ સ્વામી (તાત) ને નમસ્કાર કર્યો અને ભાઈઓની પાસે પિતાને અપરાધ ખમાવ્યું. પછી કહ્યું કે –“હે બંધુઓ! રાજ્યમાં પાછા આવીને વિવિધ પ્રકારના સુખ ભેગવતા સતા તમારા મોટા ભાઇની લ ક્ષ્મીને તમે કૃતાર્થ કરે.” આ પ્રમાણે વડિલ બધુ ભરતે બોલાવ્યા છતાં રાગદ્વેષરહિત અને નિસંગ એવા તેઓ બેલ્યા પણ નહિ. એટલે ખરેખર ! એ મારાથી દુભાયા છે, તેથી મારી સાથે બેલતા નથી. એમ માનીને દુ:ખાગ્નિથી બળતા ભરતને સ્વામીએ આ પ્રમાણે વચનામૃતનું સિંચન કર્યું -“હે રાજન ! એઓ તારાથી દુભાયા છે, એવી શંકા લાવી તુ ખેદ ન પામ, કારણ કે આ મહર્ષિ મહાત્માઓ રોષ અને તેને વશ નથી. કહ્યું છે કે – "शत्रौ मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि मोक्षे भवे च सर्वत्र, समचित्ता महर्षयः." “શને મિત્ર, તુણને સ્ત્રી, સુવર્ણ ને પત્થર) મણિ ને માટી, માક્ષ અને સંસાર–આ બધી વસ્તુઓમાં મહાત્માઓ સમાન ચિતવાળા હોય છે, અર્થાત સમભાવી હોય છે. માટે પાપ રહિત અને સમતારૂપ સુધારસમાં જેમનું મન મન થયેલું છે એવા એમને રાજ્યસંપત્તિની કે મનહર વિષયની કિચિત પણ તૃષ્ણ નથી. એટલું જ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy